અંકલેશ્વર

સુરત ના હજીરા થી ઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થતા સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે.અત્યાર સુધી અગિયાર હજાર થી વધુ મુસાફરોએ લાભ લીધો હતો..

વડાપ્રધાન નો મહત્વ કાંક્ષી દહેજ થી ઘોઘા રોરો ફેરી પ્રોજેકટ અનેક અંતરાયો ને પગલે બંધ થતા એજન્સી ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.જ્યારે રાજ્ય સરકાર ને પણ કરોડો નું નુકશાન થવા પામ્યુ હતુ.ત્યાં પુનઃ રોરો ફેરી સર્વિસ ને સુરત ના હજીરા થી ઘોઘા વડાપ્રધાને નવમી નવેમ્બરના રોજ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરી શરૂ કરાવતા સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર વાસીઓમાં ખુશી ની લહેર પ્રસરી ગઇ હતી.જો કે બીજા દિવસે એટલે કે દસમી નવેમ્બર ના રોજ ઘોઘા થી કોઈક કારણ સર રોરો ફેરી પરત નહિ આવતા ફેરી સર્વિસ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર ૧૦ મી નવેમ્બર ને બાદ કરતાં ફેરી સર્વિસ સમયસર ચાલુ રહેતા તંત્ર અને એજન્સી એ રાહત નો દમ લીધો છે.ઈન્ડિગો સિવેઝ ના સત્તાધીશો દ્ધારા માહિતી મુજબ ગતરોજ સુધી ૧૧૮૦૦ જેટલા મુસાફરો રોરો ફેરી સર્વિસ નો લાભ લઇ ચુક્યા છે.જ્યારે ૨૪૦૦ કાર,૧૨૮૦ બાઇક અને ૩૬૦ ટ્રક નું વહન થવા પામ્યુ છે.હાલ સુરત હજીરા થી સવારે સાત વાગ્યા ના સમયે ફેરી સર્વિસ ઘોઘા જવા રવાના થાય છે.જેનો ઘોઘા પહોંચવાના ને સમય થી પહેલા ટ્રાફિક ફ્રિ મળતુ હોવાથી બપોરે ૧૨ઃ૧૫ ની આસપાસ પહોંચી જાય છે.અને ઘોઘા થી બપોરે ૩ વાગ્યે પરત હજીરા આવવા ફેરી સર્વિસ રવાના થાય છે.હાલ ફેરી સર્વિસ સમયસર કોઈ પણ વિઘ્ન વિના હાલ તો ચાલી રહી છે. હાલ તો સુરતથી ફેરી સર્વિસ ચાલતી હોવાથી સમય બચે છે.