સરકાર ભુમાફિયાઓ પર પંજો કસવાની તૈયારીમાંઃ 14 વર્ષ સુધીની સજાની જાેગવાઇ
19, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

ગુજરાતમાં એ જમીન પચાવી પાડવાના ખેલ કરનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જેમાં આકરો દંડ અને કડક સજાની પણ જાેગવાઇ છે. સરકાર જે કાયદો લાવી રહી છે જે હેઠળ દોષિતને ૧૪ વર્ષ સુધીની સજા થઇ શકે છે. રાજયમાં ધાકધમકી અને જાેરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જાેગવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ ૨૦૨૦'નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જાેગવાઈ કરવામાં આવી છે.

આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્ય્šં કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે. એક અહેવાલમાં જણાવ્યું છે. તેમજ જાે આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જયારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યકિત ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ઘ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-૧૯ના પરિસ્થિતિને જાેતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું. રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્ય્šં કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

પછી તે વ્યકિતગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જાેરજબરજસ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યકિતગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે. જમીન પડાવી લેતા આ ભુમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડીકરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રુપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કાયમ માટે બંધ થવી જાેઈએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution