સરકારે સંરક્ષણ સોદાઓમાં ઓફિસેટ પોલિસી રદ્દ કરી

દિલ્હી

ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાનો ખરીદવાના સોદામાં ઑફસેટ પોલિસી પૂરી નહીં હોવાનો રિપોર્ટ ઝ્રછય્ એ આપ્યો હતો. સરકારે આ રિપોર્ટ મળ્યા બાદ સંરક્ષણ સોદાઓમાં ઑફસેટ પોલિસીજ રદ કરી નાખી. હવે એક દેશની સરકાર બીજા દેશની સરકાર પાસેથી કોઇ ખરીદી કરે તો એમાં ઑફસેટ પોલિસી લાગુ નહીં પડે.

કેન્દ્રના સ્પેશિયસ સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે અમે ઑફસેટની બાબતમાં કેટલાક ફેરફાર કર્યા હતા. એક સરકાર બીજી સરકાર પાસેથી ખરીદી કરે કે આંતર સરકારી ખરીદ-વેચાણ થાય તો એમાં ઑફસેટ પોલિસી વચ્ચે નહીં રહે. ઑફસેટ પોલિસીના કારણે અત્યાર સુધી વિદેશી શસ્ત્ર કંપનીઓપાસેથી ટેક્નોલોજી મેળવવામાં અવરોધો ઊભા થતા હતા.

અત્યાર સુધી ઑફસેટ પોલિસી હતી એટલે ફ્રાન્સની જે કંપની પાસેથી રાફેલ વિમાનો ખરીદ્યા એમને માટે ભારતીય ડિફેન્સ સેક્ટરમાં સોદાની કુલ રકમના ત્રીસ ટકા મૂડીરોકાણ કરવાનું ફરજિયાત હતું. રૂપિયા 59,000 કરોડના ખર્ચે જે ૩૬ રાફેલ વિમાનો ખરીદ્યા એમાં ઑફસેટ ક્લોઝ 50 ટકા મૂડી રોકાણનો હતો.

કોમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલએ સંસદમાં આપેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે રાફેલ વિમાનોનો સોદો કર્યો ત્યારે રાફેલની કંપનીએ ડીઆરડીઓને કાવેરી એંજિનની ટેક્નીક આપવાની વાત હતી. 30 ટકા મૂડી રોકાણનો જે ઑફસેટ ક્લોઝ હતો એ ક્લોઝ હેઠળ આ ટેક્નીક ડીઆરડીઓને આપવાની હતી. પરંતુ રાફેલ કંપનીએ એ સમજૂતીનો હજુ સુધી અમલ કર્યો નહોતો.

ભારતની ઑફસેટ પોલિસી મુજબ વિદેશી કંપનીએ સોદાના કરારમાં 30 ટકા હિસ્સો ભારતમાં સંશોધન અથવા ઉપકરણો (કાચી માલસામગ્રી કે પૂર્જા) પાછળ ખર્ચવાના હોય છે. ખાસ કરીને સંરક્ષણને લગતા સોદા માટે આ જાેગવાઇ કરવામાં આવી હતી. એને હવે બદલી નાખવામાં આવી હતી. ઝ્રછય્એ પોતાના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે છેક 2015થી જ્યારે રાફેલ વિમાનો માટે સોદો કરવામાં આવ્યો ત્યારથી વિદેશી કંપનીએાએ આ નિયમનું પાલન કર્યુ નથી. જાે કે આ જાેગવાઇ હેઠળ કરારનું પાલન ન કરનારી વિદેશી કંપનીઓને દંડ કરવાની કે બીજી એવો શિક્ષાત્મક કોઇ જાેગવાઇ નથી


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution