સરકાર OFS દ્વારા હિન્દુસ્તાન કોપરમાં 5% હિસ્સો વેચશે
16, સપ્ટેમ્બર 2021

 દિલ્હી-

સરકાર આ અઠવાડિયે સરકારી માલિકીની હિન્દુસ્તાન કોપરમાં તેનો પાંચ ટકા હિસ્સો ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જાેને મોકલવામાં આવેલી માહિતીમાં આ માહિતી આપી છે. હિન્દુસ્તાન કોપરે જણાવ્યું હતું કે આ ર્ંહ્લજી ગુરુવારે અને શુક્રવારે બીએસઈ લિમિટેડ પર અને એનએસઈમાં અલગ નિશ્ચિત 'વિન્ડો' દ્વારા થશે. સરકાર OFS દ્વારા કંપનીના ૪,૮૩,૫૧,૨૦૧ ઇક્વિટી શેર વેચશે. તે કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના પાંચ ટકા જેટલી છે. આ ઓફર માટે લઘુતમ કિંમત ૧૧૬ રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution