મુંબઇ-

મુંબઈમાં કોરોનાના નવા ૪૧૬ કેસ નોંધાયા હતા અને ચાર દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭,૪૫,૮૫૦ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૫૯૯૧ થઈ છે. જ્યારે શહેરમાં ૩૮૨ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા આપી હતી. પરિણામે આજ દિન સુધી શહેરમાં ૭૨૩૮૪૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે અને અત્યારે શહેરમાં ૩૫૬૧ કોરોનાના એક્ટીવ કેસ છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શહેરમાં ઝૂંપડપટ્ટી અને ચાલ કોરોનાથી મુક્ત બન્યા છે અને શહેરના મકાનોમાં કોરોનાના દરદી પાંચ કરતાં વધુ દરદી હોવાથી ૪૬ મકાનો સીલ કર્યા છે.મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ કાબૂમાં આવી રહી છે.

દૈનિક દરદી અને મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ કોરોનાનું સંકટ ટળ્યું નથી. ત્રીજી લહેરની શક્યતા હોવાથી જનતાએ કાળજી લેવી એવી અપીલ સતત સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૪૧૩૦ કેસ નોધાયા છે અને ૬૪ દરદીના મોત થયા છે. જ્યારે ૨૫૦૬ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને રાજ્યમાં અત્યારે ૫૨,૦૨૫ કોરોનાના એક્ટીવ કેસ છે. જેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪,૮૨,૧૧૦ થઈ છે. મરણાંકની સંખ્યા ૧,૩૯,૭૦૭ થઈ છે. જ્યારે કોરોનાના ૬૨,૮૮,૮૫૧ દરદીઓ કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૭.૦૨ ટકા છે. રાજ્યમાં આજ દિન ૩,૦૨,૧૯૬ લોકો હોમ ક્વોરન્ટાઈન કરાયા છે અને ૨૦૧૩ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન થયા છે.