બોડેલી નગરમા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
27, જુન 2025 બોડેલી   |   2475   |  



છોટાઉદેપુર જિલ્લાના ઉત્સવ અને ધમર્પ્રિય બોડેલી નગરમાં આજે અષાઢી બીજ ના દિવસે ચોથા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા નીકળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર નાં આંગણે આજે ચોથા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર બોડેલી અલીપુરા અને ઢોકલીયા નાં નગરજનો માં એક અનેરો ઉત્સાહ આનંદ જાેવા મળે છે.ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ને ઢોકલોયા ખાતેથી સ્થિત ભગવાન શ્રી જગન્નાથજી ને બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે શુસોભીત કરાયેલા નયનરમ્ય રથમાં બિરાજમાન કરી બેન્ડવાજા સાથે બ્રહ્માકુમારીઝ , સ્વામિનારાયણ સંપ્રદાય, અનુયાયીઓ સહિત વિવિધ સંપ્રદાયોની ધાર્મિક ઝાંખીઓ તેમજ વિસ્તારનું પરંપરાગત આદિવાસી લોક નૃત્ય સાથે નીકળી હતી સંખેડા ના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, બોડેલી સરપંચ કાતિૅક શાહ, જીગ્નેશભઈ ચોક્સી ઢોકલીયા ના સરપંચ મહેશભાઈ બારીયા, વકીલ અંકિતભાઈ લાલા, અલીપુરાના સરપંચ, બોડેલીના ડે.સરપંચ, સાચકના સરપંચ, ઢોકલીયા સરપંચ મહેશભાઈ બારીયા, સહિત નાં આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દ્વારા રોડ પર ઝાડુ મારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું અને રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી હતી જેમાં ઠેર ઠેર ફુલહારથી ભગવાન શ્રી જગન્નાથજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ત્યારે સંખેડાના ૧૦૮ કહેવાતા ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પણ જગતના નાથ એવા ભગવાન જગન્નાથજી નું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક છજીઁ, ચાર પી આઈ આઠ પી,એસ,આઇ ૧૧૮ પોલીસના જવાનો ૧૦૫ હોમગાર્ડના જવાનો સહિત પુરતા પ્રમાણમાં પોલીસ જવાનો, હોમગાડૅઝ જવનો નો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોડેલી નગરનાં આંગણે આજે ચોથા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નો ઉત્સવ ઉજવાય રહ્યો હોય બોડેલી, અલીપુરા અને ઢોકલીયાનાં નાના મોટા તમામ વેપારી ભાઈઓ એ પણ દુકાનો બંધ રાખી રથયાત્રા માં જાેડાઇ જતા માર્ગો પર જાણે માનવ મહેરામણ નું કીડિયારું ઉભરાયુ હોય તેમ જણાતું હતું.ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ઢોકલીયા રામજી મંદિર નીકળી બોડેલી શહેરમાં અલીપુરા ચાર રસ્તાથી અલીપુરા ચાર રસ્તાથી ખોડીયાર માતાના મંદિરે પહોંચી હતી સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું જય રણછોડ. માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution