પૂર્ણ થયુ બિગ બોસ 14નું ગ્રાન્ડ પ્રીમિયર શૂટ...૩ ઓક્ટોબરે ટીવી પર પ્રસારિત થશે
26, સપ્ટેમ્બર 2020

 મુંબઇ- 

કોરોના વાયરસને કારણે, આ વખતે બિગ બોસનું ફોર્મેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસ જેની શરૂઆત ખુબ જ જોવાલાયક હોય અને ટીઆરપી લેવામાં પ્રથમ હોય તેવા પ્રીમિયરનું શૂટ પહેલા જ કરી લેવાયુ છે. શોના હોસ્ટ સલમાન ખાને ગ્રાન્ડ પ્રીમિયર શૂટ કર્યું છે અને સ્પર્ધકો હવે સીધા જ બિગ બોસના ઘરે પ્રવેશ કરશે

સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ સિટી નજીકની હોટલમાં ક્વોરેન્ટાઇન પહેલા પણ કેટલાક સ્પર્ધકોએ ગ્રાન્ડ પ્રીમિયર માટે પોતાનુ પરફોર્મન્સ શુટ કરી લીધુ હતુ. સ્પર્ધકોએ સલમાન ખાન સાથે પોતાનો પરિચય પણ શુટ કરી લીધો છે. હવે તે લોકો સીધા જ ઘરમાં પ્રવેશ કરશે. ઘરમાં એન્ટ્રી લેતા પહેલા કોરોના ટેસ્ટ કરાશે.પ્રીમિયરનું મોટાભાગનું શૂટિંગ પહેલા જ થઈ ચૂક્યું છે. 

તમામ સેફ્ટીને ધ્યાનમાં રાખીને શૂટિંગ કરવામાં આવ્યુ છે. શૂટિંગમાં પ્રદર્શન દરમિયાન સ્પર્ધકોએ માસ્ક પણ પહેર્યા હતા. સામાજિક અંતર પણ જળવાયું હતું. જોકે, સલમાન બીજા દિવસ માટે શૂટિંગ કરી શકે છે. બધું વર્ચુઅલ હોઈ શકે છે '' 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution