જરોદથી ચોરીની ત્રણ બાઈક સાથે રીઢો વાહનચોર ઝડપાયો
13, ડિસેમ્બર 2020

વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય એસઓજીએ વાઘોડિયાના જરોદ પાસેથી ૧૮ જેટલા ગુનામાં ધરપકડ થયેલ એક રીઢા વાહનચોરને ચોરીની ત્રણ મોટરસાયકલ કિંમત રૂા.૫૦, ૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી વાહનચોરીનો ભેદ ઊકેલ્યો છે. વડોદરા શહેરના બાપોદ જવાહર નગર, ગોત્રી પોલીસ સ્ટેશન હદમા વાહનચોરીના નોંધાયેલ ત્રણ જેટલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઊકેલી એક ઈસમની વાઘોડિયાના જરોદ ખાતેથી ઘરપકડ કરી છે. મૂળ. રહે.પસવા છેલ્લુ ફળિયું, તા. સાવલી, જી.વડોદરાનાઓ હાલ વાઘોડિયાના જરોદમા આનંદ નિવાસ, ટેકરાવાડુ ફળીયુ, ભાલીયા વગામા રહેતો વિષ્ણુભાઈ રતીલાલ મકવાણાને વડોદરા એસ.ઓ.જી એ બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે જરોદ થી ઝડપી પાડયો હતો. જેને પોલીસ પૂછતાછમાં આ મોટર સાયકલ વડોદરા શહેરના આજવા રોડ શ્રીહરી ટાઊનસીપ ખાતેથી ચોરી હોવાનું જણાવ્યું હતું.આ ઈસમે પચ્ચીસ દિવસ પહેલાબાજવા ખાતે રિફાઈનરીના મેઈનગેટ પાસે પાર્કીંગમાંથી હિરો પ્લસ મો. સા ચોરી કરી હતી. નવેક મહિના પહેલા ઇસ્કોન મંદિર પાસેથી હીરો સ્પ્લેન્ડર મો. સા ની ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ. આ તમામ મુદ્દામાલ ઓરડી પાછળ છુપાવી રાખતા પોલીસે ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution