દિલ્હી-

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સતત બીજા વર્ષે ફોર્બ્સ દ્વારા વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુએસના વાઇસ પ્રેસિડેન્ટ-ચૂંટાયેલા કમલા હેરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો અને એચસીએલ એન્ટરપ્રાઇઝના સીઇઓ રોશની નાદાર મલ્હોત્રાને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ દ્વારા સતત 10 માં વર્ષમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

100માંથી 38 વિવિધ કંપનીની સીઇઓ છે, પાંચ મનોરંજનના ક્ષેત્રમાંથી અને 10 સ્ટેટ હેડ છે. નિર્મલા સિતારાણને આ યાદીમાં 41મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એચસીએના સીઇઓ રોશની નાદર મલ્હોત્રાને 55મું સૃથાન મળ્યું છે. મજમુદારને જાત મહેનતે સૌથી ધનવાન બનેલી ભારતીય મહિલા ગણાવી છે અને તેમને 68મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે લેન્ડમાર્ક ગ્રુપના ચેરવુમન રેણુકાને 98મું સૃથાન આપવામાં આવ્યું છે.

મજમુદારને જાત મહેનતે સૌથી ધનવાન બનેલી ભારતીય મહિલા ગણાવી છે અને તેમને 68મું સ્થાન આપવામાં આવ્યું પ્રથમ ક્રમે જર્મન ચાંસેલર એંજેલા માર્કેલ આવ્યા છે. બીજો ક્રમ યુરોપિનય સેંટ્રલ બેંક ચીફ ક્રિસ્ટિને લેગાર્ડે અને કમલા હેરીસ ત્રીજા ક્રમે છે. ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિના એંન્ડ્રેને 32, તાઇવાનના પ્રમુખ ટીસાઇ ઇંગ વેનને 38, સીવીએસ હેલ્થ એક્ઝિક્યૂટિવ કેરેન લીંચને 38મું સ્થાન આપવામાં આવ્યું છે