વિધર્મી યુવકે નામ બદલી યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ
01, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતીને જુહાપુરાનાં ઇલેક્ટ્રીશિયન રમઝાન ઘાંચીએ પિન્ટુ ઠાકોર નામ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને જુહાપુરા, આનંદનગર, સાણંદનાં તેલાવ ગામ સહિત માઉન્ટ આબુ જેવી જગ્યાઓ પર લઈ જઈને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાનો ખુલાસો થતા મહિલાએ આ બાબતે પૂછપરછ કરી હતી. જેનાં કારણે ઉશ્કેરાયેલા રમઝાને યુવતી સાથે માણેલી અંગતપળોનાં વીડિયો અને ફોટો વાયરલ કરવાની ચીમકી આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

થોડા સમય બાદ યુવતીને જાણ થઈ કે, તે જેને પિન્ટુ સમજીને પ્રેમ કરે છે, તેનું અસલી નામ રમઝાન ઘાંચી છે. યુવતીએ આ બાબતે તેને પૂછતાં રમઝાન ઉર્ફે પિન્ટુ ઉશ્કેરાયો હતો. રમઝાને યુવતીને તેઓ વચ્ચેની અંગત પળોના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.અગ્રાવતે જણાવ્યું હતું કે, આરોપી રમઝાને હિન્દૂ નામ ધારણ કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યાનો ભોગ બનનારે જણાવ્યું હતું. દુષ્કર્મના આરોપી રમઝાન ઉર્ફ પિન્ટુ ઠાકોરની અટકાયત કરી લીધી છે. તેનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution