કચ્છ, કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટરક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે.આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝમાં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.લખપતના લક્કી નાળાના ક્રીક વિસ્તારમાં જમીન, આકાશ તેમજ જળ માર્ગે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જાેઇન્ટ એક્સરસાઇઝ થકી તાકાત પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વર્ષે આ સંરક્ષણ કવાયતમાં ખાસ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝનું લખપત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણો દેશ દુશ્મન દેશ પર હુમલો કરે કે સર્જીકલ સ્ટ્રાઇક કરતું હોય છે ત્યારે કેવી રીતે તમામ સુરક્ષા દળ કાર્યવાહી કરતા હોય છે તેનું આજે કચ્છના દરિયાઈ સીમા ધરાવતા લખપત વિસ્તારના લક્કી નાળા ખાતે લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતી આ સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.જળ, જમીન અને હવાઈ માધ્યમોમાં શક્તિપ્રદર્શન. આ ક્ષેત્રમાં તૈનાત સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની શક્તિને એકીકૃત કરતી સાચી સંયુક્ત કવાયત સમુદ્ર, હવા અને જમીન દ્વારા સૈનિકોની હિલચાલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, એરફોર્સ, બીએસએફ, નેવીના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, બીએસએફના ર્ષ્ઠિર્ષ્ઠઙ્ઘૈઙ્મી ર્ષ્ઠદ્બટ્ઠહર્ઙ્ઘ, ઇન્ડિયન નેવીના સ્પેશિયલ દ્બટ્ઠષ્ઠિર્જ ના જવાનો દ્વારા આ સાગર શકિત એક્સરસાઇઝ હાથ ધરાયું હતું. બીએસએફ, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.