જૂનાગઢ હનીટ્રેપ વિદ્યાર્થીએ ફીના પૈસા માટે પ્લાન ઘડ્યો હતો
01, જુલાઈ 2021

જૂનાગઢ,  જૂનાગઢમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાન પાસે પોતા ભણતર માટેની ફી ન હોવાથી અને બીજાની પત્ની ગર્ભવતી હોવાથી તેની દવાના પૈસા માટે એક યુવતીના સહારે રેલવેના ગેટ કીપરને ફસાવી તેની પાસથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જાેકે, ગેટકીપરે પોલીસને બાતમી આપતા હાલ યુવતી સહિત કુલ ચાર લોકો ઝડપાઈ ગયા છે. જૂનાગઢના ધોરાજી રોડ પરના રેલવે ફાટકના ગેટ કીપર મુકેશ રાઠોડને સલમાન વીશળ, બશીર સુમરા અને આર્યન ઠેબાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. જેમાં આર્યનને ફરિયાદી મુકેશ રાઠોડ સાથે મિત્રતા હતી. ફરિયાદી મુકેશ કહેતો હતો કે, કોઈ યુવતી હોય તો કહેજે. આનો લાભ લઇને આર્યને પોતાના મિત્ર સલમાન વિશળ અને બશીર સુમરાને વાત કરી હતી. ત્રણેય મિત્રોએ આ વાત તેમની મિત્ર સબીના ઉર્ફે સબુને કરતા તમામે મુકેશને ફસાવવાનો કારસો ઘડ્યો હતો. ધરપકડ પકડાયેલો આર્યન ધોરણ-૧૨માં કોમર્સમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા હતા ન હોવાથી અને મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલા સલમાનની પત્ની ગર્ભવતી હોવાથી દવાના પૈસા માટે હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. લૉકડાઉનને લઇને કોઈ કામ ધંધો ન હોવાથી ત્રણેયએ આવો કારસો ઘડ્યાની કબૂલાત પોલીસ પૂછપરછમાં આપી હતી. ટીવીમાં આવતી ધારાવાહિક જાેઈને આર્યનને વિચાર આવ્યો હતો અને પોતાના મિત્ર સાથે મળી ફરિયાદીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણે ૨૫ તારીખની રાત્રે યુવતી સબુને ફાટકની ઓરડીમાં મુકેશ પાસે મોકલી હતી. ત્યારબાદ સબુએ જાતે જ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા.મુકેશનાં કપડાં બળજબરીપૂર્વક ઉતારી નાખ્યા હતા. અગાઉના પ્લાન મુજબ આર્યન, સલમાન અને બશીર ત્યાં આવી ગયા હતા.ફરિયાદી મુકેશનો યુવતી સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્રણેયે છરી બતાવી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં અંતે ત્રણ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જાેકે, બાદમાં મુકેશે તાલુકા પોલીસને જાણ કરતા પૈસા લેવા આવેલા આર્યન, સલમાન અને બશીર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા સબીના ઉર્ફે સબનું લોકેશન મળતા પોલીસે તેને પણ ઝડપી લીધી હતી. લોકડાઉનને લઇને અનેક યુવાનો ગેરમાર્ગે ચડી ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જરૂરિયાત પૂરી કરવા યુવાનો કેવા ક્રાઈમ તરફ વળે છે અને પોતાની જિંદગી બરબાદ કરી ગુનેગાર બનીને પોતાની સાથે સાથે પરિવારની જિંદગી પણ બરબાદ કરી દેતા હોય છે. આ કિસ્સો ખરેખર ચેતવણી સમાન છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution