અમદાવાદ, મણિનગરમાં અંડર પાસ ફરીને જવાની જગ્યાએ શોટકટ મારીને જઈ રહેલા આધેડ અચાનક જ વરસાદી પાણીના કુવામાં પડ્યા હતા. કુવો ૩૦ થી ૩૫ ફૂટ ઉંડો હોવાના કારણે તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જાે કે ઘટનાની જાણ આસપાસના વેપારીઓને તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આધેડને ગંભીર હાલતમાં બહાર કાઢીને તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો બાદમાં ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય રાજુભાઇ ચૌધરી સવારે મણીનગર ક્રોસીંગ પાસે આવેલ અંડર પાસ નજીક થી શોટકટ મારી નિકળવા ગયા હતા. જાે કે, અચાનક જ તેમનો પગ પાણીના નિકાલ માટેના કુવાના ઢાંકણા પર પડ્યો હતો. તે ઢાંકણુ તુટેલું હોવાથી તેઓ તરત જ ૩૦ થી ૩૫ ફૂટ ઉંડા કુવામાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ મણિનગરના વેપારીઓને થતા તેમણે તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે રાજુભાઇને ૩૦થી ૩૫ ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢ્યા માટે ચક્રોગતિમાન કર્યા હતા. દોરડા વડે એક ફાયરબ્રિગેડનો જવાન કુવામાં ઉતરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાજુભાઈને બહાર કાઢ્યા હતા.

વડોદરા કોર્પોરેશનનો ર્નિણય કેમ એ.એમ.સીનો નહીં

વડોદરા કોર્પોરેશના સ્ટેન્ડીંગ કમિટી દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે, વડોદરા શહેરમાં ખોદાયેલા બિનજરૂરી ખાડાઓને તાત્કાલિક અસરથી પૂરી દેવામાં આવશે, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ઘટનાઓ ઓછી બને અથવાતો તેને નિવારી શકાય જેના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સંજાેગોમાં અમદાવાદ શહેરમાં પણ આજે જે ઘટના બની છે તેને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આવો કોઈ ર્નિણય લેવામાં આવે તો અમદાવાદ વાસીઓને મોટી રાહત મળી શકે તેમ છે.