ગાંધીનગર-

ગુજરાત ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કમલમની મુલાકાત લીધી હતી. તેઓ બહુ જલદી પોતાનો કાર્યભાર સંભાળશે. જોકે સૂત્રોનું કહેવું છે કે તેઓ બે દિવસ બેઠક કરી આગામી સમયમાં જ જલ્દી ચાર્જ સંભાળશે. આ પહેલા આ પદ પર ભીખુભાઈ દલસાણીયા કાર્યરત હતા પરંતુ હવેથી રત્નાકરની નિમણૂક કરાતા તેઓ આ પદ સાંભળશે. આ સંદર્ભે બીજેપી પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, તેઓ પહેલીવાર કમલમમાં ખાતે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મહામંત્રીનું ઘણું મહત્વ રહેલું છે અને ઉત્તર બંગાળની 35 સીટોની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. જેમાં તેમને 20 સીટો પર જીત મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ બે દિવસ ગુજરાતમાં રોકાશે બે દિવસમાં કાર્યકરો સાથે પરિચય બેઠક કરશે. જે બાદ તેઓ રાજ્યનો પ્રવાસ પણ કરે તેવી શક્યતા છે. જોકે રત્નાકર આ પહેલા બિહાર ભાજપમાં સહ સંગઠન મંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા, મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના તેઓ વતની છે અને હાલ બિહાર સંગઠનના સંગઠન મહામંત્રી તરીકે કાર્યરત છે. જેઓ હવેથી પોતાનો નવો કાર્યભાર ગુજરાતમાં સંભાળશે. રત્નાકરએ કાશી અને વારાણસી બંને મત વિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમની બિહાર અને ઉત્તર પ્રદેશની કામગીરીને જોતા તેમણે આ કાર્યભાર આપવામાં આવ્યો છે.