વાંસદાના એગ્રી બિઝનેસ સેન્ટરના માલિકની આખરે ધરપકડ કરાઇ
14, જાન્યુઆરી 2021

વલસાડ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાતર વેચવાના કૌભાંડમાં વાંસદાના એગ્રી બિઝનેસ સેન્ટરના માલિક વિરુદ્ધ ગત રાત્રે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરનારા એગ્રો સંચાલકોમાં ફફડાટ વ્યાપી છે. દરમિયાનમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચિરાગ પટેલની ધરપકડ કરાઇ છે. ચિરાગભાઇ મોહનભાઇ પટેલ પ્રોપરાઇટર એગ્રી બિઝનેશ સેન્ટર , દાદરા નગર હવેલીએ વાસદા ખાતે એગ્રી બીઝનેસ સેન્ટરના નામે ખાતરનો બિઝનેસ કરતા હતા. ચિરાગભાઈએ પોતાના લાભ માટે ખેડૂતોના નામે ખોટા બીલો બનાવી રાજ્ય બહાર ખાતરનું વેચાણ કરતા હોવાનો પર્દાફાસ થયો હતો. સરકારની ગાઇડ લાઇન મુજબ સબસિડાઇઝ રાસાયણિક ખાતરનું વિતરણ પી.ઓ.એસ. મશીનથી કરવાનું હોય છે. પરંતુ નવસારી ખેતીવાડી અધિકારીના રહેમનજરે ચિરાગ પટેલે તેનો ભંગ કરી ખેડૂતોના ખોટા ફિંગર પ્રિન્ટના આધારે ખોટા બીલો બનાવી સરકારને ચૂનો ચોપડી રહ્યા હતો.કુલ ૨૪૫ યુરિયા ખાતરની બેગ મળી કુલ્લે રૂ.૮૭,૧૪૫ની સરકાર પાસેથી ખાતર ખરીદ કરી ચિરાગે રાજ્ય બહાર વેચાણ કર્યુ હોવાનો ખુલાસો થયો હતો.જે બાબતે કૃષિ વિભાગે ઢીલી ગતિથી તપાસ કર્યા બાદ એગ્રી બીઝનેસ સેન્ટરના પ્રોપાઈટર ચિરાગ પટેલની વિરુદ્ધ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. સરકારના નિયમ મુજબ ખાતરના રીટેલરોએ પીઓએસ મશીન મારફત ખેડુતોને રાસાયણિક ખાતર વેચાણ કરવાનો હોય છે.રિટેલરો કાયદામાં છે કે કેમ તે અનુસંધાને ટોપ -૨૦ આધાર ઓથેટીકેટેડ યુરીયા બાયર નવસારી વર્ષ ૨૦૨૦ અને સપ્ટે.માં ખેડૂતોનું કૃષિ વિભાગ દ્વારા સ્થળ વેરીફિકેશન કરાયું હતું.જેમાં ચિરાગ પટેલે એક ખેડૂત ધીરેન પટેલના આધાર કાર્ડ ઉપર રાસાયણિક ખાતર ઇફકો યુરીયા દાણાદાર ૪૫ કી. ગ્રાની. ૮૨ બેગ જેની કિંમત રૂ.૨૧,૮૫૩ બતાવી હતી. જેની તપાસ થતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર , ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર સેલવાસાને વેચાણ કર્યો હોવાનો ખુલાસો થયો હતો.  

ખાતરની બેગ ન લેનાર ખેડૂતોના નામે પણ બીલ બનાવી ખાતર કૌભાંડ કર્યું

એગ્રી બિઝનેશ સેન્ટર,વાંસદા પાસે તા.૦૧ / ૦૪ / ૨૦૨૦ના રોજ ઉઘડતા સ્ટોક ની ૭૦૫ બેગ યુરીયા રાસાય ણિક ખાતરની હતી.તા .૦૬ / ૦૪ / ૨૦૨૦ થી તા .૧૮ / ૦૯ / ૨૦૨૦ સુધીમાં અલગ - અલગ કંપનીની કુલ ૨૮૨૦ બેગ રાસાયણિક ખાતર યુરીયાની ખરીદી હતી. આમ એગ્રી બિઝનેશ સેન્ટર,વાંસદા પાસે કુલ મળી ૩૫૨૫ બેગ રાસાયણિક ખાતર યુરીયા જેની રકમ અંકે રૂપિયા ૯,૩૯,૪૧૨.૫૦ થાય છે. આ યુરીયા રાસાયણિક ખાતરનું વેચાણ એગ્રી બિઝનેશ સેન્ટર , વાંસદાએ કુલ ૬૯૯ બીલોથી કર્યું હતું. જેની સ્પષ્ટતા કરવા વિભાગે ૭૩ ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ખેડૂતોએ ખાતરની ખરીદી ન કરી હોય તો પણ તેમના નામ પર ખોટા બીલ બનાવી ખેડૂતોના નામે ખાતરનું કૌભાંડ થતું હોવાનો પર્દાફાશ થયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution