આ દેશની જનતાને 28 જૂનથી માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે, યૂરોપ ખંડમાં આ દેશ કોવિડ 19 નું કેન્દ્રબિંદુ હતું
22, જુન 2021

રોમ-

ઈટાલીના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દેશમાં ૨૮ જૂનથી મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત નહીં રહે. ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ રોગચાળાના આરંભ વખતે યૂરોપ ખંડમાં ઈટાલી કોવિડ-૧૯નું કેન્દ્રબિંદુ હતું.

ઈટાલીમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી જતાં આરોગ્ય મંત્રાલયે આ ઓર્ડર બહાર પાડ્યો છે. રોગચાળાના ફેલાવાના મામલે ઈટાલીની સરકારે એક વર્ગીકરણ પદ્ધતિ અપનાવી છે, જે હેઠળ જ્યાં કોરોનાનો ફેલાવો સાવ ઘટી ગયો હોય એને ‘વ્હાઈટ’ લેબલ આપવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ૨૮ જૂન સુધીમાં આખો દેશ ‘વ્હાઈટ’ કેટેગરીમાં આવી જશે. માત્ર વાયવ્ય ખૂણે આવેલા નાનકડા એવા ઓસ્ટા વેલી પ્રદેશમાં જ કોરોનાના કેસ છે. ૨૦૨૦ના આરંભમાં કોરોના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યારથી ઈટાલીમાં આ બીમારીથી કુલ ૧,૨૭,૨૯૧ જણના મરણ થયા છે અને સંક્રમિત લોકોની સંખ્યા ૪૨ લાખ ૫૦ હજારથી વધુ છે. ૬ કરોડની વસ્તીવાળા ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીના ૪ કરોડ ૬૦ લાખ આપવામાં આવી ચૂક્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution