ખરતાં વાળને રોકવાનો એકદમ સચોટ ઉપાય, શેમ્પૂમાં બસ આ વસ્તુ મિક્સ કરો!
02, જુલાઈ 2020

અત્યારે આપણી જ બેદરકારીઓને કારણે વાળને લગતી સમસ્યાઓ એટલી હદે વધી ગઈ છે કે ભાગ્યે જ કોઈ એવું હશે, જેને વાળની કોઈ સમસ્યા નહીં હોય. એમાં પણ અત્યારે હેયર ફોલની પ્રોબ્લેમ ખૂબ જ વધી ગઈ છે. જેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રયાસ કરે છે, તેમ છતાં રિઝલ્ટ મળતું નથી, પણ આજે અમે જે ઉપાય જણાવીશું, તેનાથી ચોક્કસ ફાયદો થશે.

શેમ્પૂ બનાવવાની રીત:

8-10 લસણની કળીઓ લઈને તેને છોલીને પાણીમાં સરખી રીતે ધોઈ લો. પછી લસણની કળીને પીસીને પેસ્ટ બનાવી લો. પછી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટને થોડી પાતળી કરી દો. આ પેસ્ટમાં એક ચમચી ઓલિવ ઓઈલ, થોડાં પિપરમિંટના ટીપાં અને ટી ટ્રી ઓઈલના ટીપાં મિક્સ કરો. પછી આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. તૈયાર પેસ્ટને 250 એમએલના કોઈ ઓર્ગેનિક શેમ્પૂની સાથે મિક્સ કરીને કોઈ બોટલમાં ભરી દો. આ શેમ્પૂને તમે સપ્તાહમાં 2વાર ઉપયોગ કરી શકો છો.

ફાયદા:

લસણના શેમ્પૂનો ઉપયોગ હેયર ફોલની પ્રોબ્લેમ દૂર કરે છે. તેનાથી વાળ ઘાટ્ટા અને મજબૂત બને છે. તેનાથી પાતળા હેરની સમસ્યા પણ દૂર થાય છે.  

લસણમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી આ શેમ્પૂ વાપરવાથી ડેન્ડ્રફની પ્રોબ્લેમ દૂર થાય છે. આ સાથે વાળમાં ખુજલી કે ઈન્ફેક્શન અને ફંગલ થવાની સમસ્યા પણ દૂર થાય છે અને સ્કેલ્પ હેલ્ધી બને છે.

 લસણનું શેમ્પૂ વાળના મૂળમાં રહેલાં ટોક્સિન્સ નીકાળે છે. તેનાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેથી વાળ લાંબા થવામાં પણ મદદ મળે છે.

 લસણમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેનાથી વાળની શાઈનિંગ વધે છે. આ સાથે લસણની કદાચથી થોડી સમેલ આવી શકે છે. પરંતુ તમારા વાળ સારાં કરવા અને ખરતાં રોકવા માટે આટલું તો સહન કરવું પડશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution