રાજકોટ

રાજકોટના કરણસિંહજી મેઇન રોડ પર રહેતા રમેશ લોઢિયા નામના સોની વેપારીએ એક પરિવારના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. તેઓએ આત્મહત્યા કરી ત્યારે ૧૧ પાનાની એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રાયજાદા પરિવાર દ્વારા ત્રાસ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને જે સ્યુસાઇડ નોટ મળી તેમાં રમેશભાઇએ લખ્યું છે કે, તેઓને શહેરના આશાપુરાનગરમાં રહેતા શોભનાબા રાયજાદા અને તેના પતિ કૃષ્ણસિંહ રાયજાદા સાથે વ્યાપારીક સબંધ હતો. જેના કારણે તેઓએ કટકે કટકે ૭૫ લાખ રૂપિયા ઉછીના પેટે આપી હતી. જે બાદ થોડા વર્ષો પહેલા કૃષ્ણસિંહને વઘારે રૂપિયાની જરૂર પડી હતી. જેથી શોભનાબાએ પોતાના દાગીના આપીને ૩૭ લાખ રૂપિયા ઉછીના આપવા કહ્યું હતું. જે અંગે રમેશે સોનાના દાગીના ગીરવે મૂકીને રાયજાદા પરિવારને ૩૭ લાખ રૂપિયા આપ્યા હતા. જાે કે સમય જતા શોભનાબા અને તેના પતિ રમેશ પાસે તેના દાગીના પરત માંગવા લાગ્યા અને પરત નહિ આપે તો તેના દીકરાનું અપહરણ કરશે તેવી ધમકી આપવા લાગ્યા. રમેશને રાયજાદા પરિવાર પાસે ૧ કરોડથી વધુ રકમ લેવાની નીકળતી હોવા છતા તે આપવાને બદલે તેને ધાક ધમકી આપવા લાગ્યા હતા. જેના કારણે રમેશે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, રમેશભાઇના આત્મહત્યા અંગે તેમના પત્ની વૈરાગીબેને ફરિયાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ૮ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ રાયજાદા, દિવ્યાબા રાયજાદા અને દિલીપસિંહ રાયજાદાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે રમેશભાઇએ જે સ્યુસાઇડ નોટ લખી છે. તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.