દાહોદની ક્રેડિટ સોસાયટીના એજન્ટના લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
04, ડિસેમ્બર 2020

દેવગઢ બારિયા, દાહોદમાં ત્રણેક દિવસ અગાઉ પંડ્યા ફોર્મ આગળના ગ્રાઉન્ડમાં એક ક્રેડિટ સોસાયટીના એજન્ટને બ્લેડના ઘા મારી તેની પાસેથી બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઈસમોએ રૂ.૧,૯૬,૦૦૦/-ની રોકડ લૂંટી લીધાના સનસનાટી ભરી લૂંટના ગુનાનો પર્દાફાસ દાહોદ એલ.સી.બી પોલીસે ગણતરીના દિવસમાં કરી ફરિયાદી તથા તેના મિત્ર ની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.૬૪,૦૦૦/- ની રોકડ કબજે લઇ બંનેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. ત્રણેક દિવસ પહેલા દાહોદ રળીયાતી ઘાંચી વાડમાં રહેતા અને દાહોદની શ્રી રામ કોઓરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ડેલી કલેક્શન માટે એજન્ટ તરીકે ફરજ બજાવતા હેમંતકુમાર પ્રકાશભાઈ ભાનાએ ઉઘરાવેલા ડેઇલી કલેક્શનના રૂ.૧,૯૬,૦૦૦/- માંથી રૂ.૧,૩૨,૦૦૦/- પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા અને તે રૂપિયા શ્રી રામ કો ઓરેટીવ ક્રેડીટ સોસાયટીમાં પરત આપવા ન પડે તે માટે તેને પોતાના મિત્ર પંકજ અશોકકુમાર દેવયાનીને બોલાવી બંને મિત્રોએ ભેગા મળી લૂંટનું તરકટ રચી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં દાહોદ એલસીબી પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં કેસ ઉકેલાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution