ભાવનગર-

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામની સગીરાને ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરનારા શખ્શને મહુવાની પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. તળાજા પોલીસમાં IPC કલમ 363, 366, 376(2) અને પોક્સો અધિનિયમની કલમ સહિતના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહુવા ફાર્સ્ટ ટ્રેક કોર્ટના જજ એમ.એસ સંધિ સાહેબની કોર્ટમાં આરોપીને 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામમાં રહેતો આરોપી સુરેશ સોરઠીયા રાવળ જોગી એક સગીરાને લાલચ આપી ફોસલાવીને ખોટું બોલીને તેના ઘરેથી ભગાડી ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ તળાજા પોલીસમાં નોંધાતા આરોપીની ધરપકડ કરવાં આવી હતી. તળાજા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આ અગંનો કેસ મહુવા પોક્સો કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં આ કેસના 11 મૌખિક પુરાવા અને 23 દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી સુરેશ પાંચાભાઈ સોરઠીયાને IPC 363, 366, 376(2) અને પોકસો અધિનિયમની કલમ હેઠળ ગુનેગાર માની અદાલતે 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફાટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરેતો વધુ 6 માસની સજા અદાલતે ફટકારી છે.