રાજકોટ-

સમગ્ર દેશ કોરોના વેક્સિનની પ્રતીક્ષા કરી રહ્યો છે, ત્યારે આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરશે. જેમાં રાજકોટના કુલ ૧૦ સ્થળોથી લાઈવ વેક્સિનેશન કરવામાં આવશે અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સિન બૂથ પરથી વડાપ્રધાન મોદી મેડિકલ સ્ટાફ અને લોકો સાથે સીધો સંવાદ કરશે. આ સાથે જ ૯ કોરોના બૂથ પરથી લાઈવ વેક્સિનેશન નિહાળશે.

સમગ્ર ગુજરાતમાં કુલ ૨૮૭ સ્થળોએથી લાઈવ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. રાજકોટ શહેરના જે ૧૦ સ્થળોને કોરોના વેક્સિન લોન્ચ કરવામાં આવશે, તેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ, (૩) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૪) વોકહાર્ડ હોસ્પિટલ, (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, (૬) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૭) રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, (૮) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૯) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને (૧૦) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર સામેલ છે. જેથી વડાપ્રધાન મોદી આ તમામ સ્થળોએથી વેક્સિનેશન નિહાળશે અને સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધો સંવાદ કરશે.

શહેરના ૧૦ વેક્સિન બૂથ પર ૩ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સિનેશન રૂમ અને ત્રીજાે ઓબ્ઝર્વેશન રૂમ. જેમાં પ્રથમ રૂમમાં આવનારા વ્યક્તિના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ વેક્સિન લેવા આવનારા વ્યક્તિએ જીસ્જી (જી-સેનિટાઈઝ, સ્-માસ્ક, જી-ફિઝિકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સિન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ ર્ષ્ઠ-ુૈહ સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સિન લેનારાને ૩૦ મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ રૂમમાં પણ વ્યક્તિએ જીસ્જી (જી-સેનિટાઈઝ, સ્-માસ્ક, જી-ફિઝિકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.