રિયાધ-

કોરોના સંક્રમણના વધતા મામલા અને આવનારા રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે મક્કામાં આવનારા તીર્થયાત્રીઓ આટે કડક દિશા નિર્દેશ જારી કર્યા છે. સાઉદી અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે આ વખતે મક્કામાં હજ માટે આવનારા તીર્થ પ્રવાસીઓમાં ફક્ત સ્વસ્થ્‌ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં કોરોનાની બિમારીના કોઈ લક્ષણો નથી.

સાઉદી અરબે હજ અને ઉમ્રહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ૩ શ્રેણીઓના લોકોને સ્વસ્થ માનવામાં આવશે. પેલા જે લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે. બીજા એ લોકો જેમણે ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલા પહેલો ડોઝ લીધો છે અને ત્રીજાે એ લોકો જે સંક્રમણથી સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. ફક્ત તે લોકો જ ઉમ્રાહ કરવા માટે અને પવિત્ર શહેર મક્કામાં ગ્રેંડ મસ્જિદમાં નમાજ પઢી શકવા માટે પ્રવેશ પાત્ર છે. ઉલ્લેખનીય છે કે ઉમ્રાહ મક્કા માટે એક ઈસ્લામી તીર્થયાત્રા છે. જેને વર્ષમાં કોઈ પણ સમયે હાજી બનવવા માટે પૂરી કરી શકાય છે.

અધિકારીઓએ કહ્યું કે આ જ શરત પવિત્ર મદીનામાં પૈંગમ્બરની મસ્જિદમાં પ્રવેશ માટે લાગૂ થશે. મંત્રાલયે કહ્યું કે આ દિશા નિર્દેશ રમજાનથી શરુ થશે. જે આ મહિનાના અંતમાં શરુ થવાની છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે આ ક્યાં સુધી ચાલુ રહેશે. એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે શું આ દિશા નિર્દેશ સાઉદી અરબમાં કોરોના સંક્રમણોની વચ્ચે લાગૂ કરવામાં આવશે. આ વર્ષના અંતમાં વાર્ષિય હજ યાત્રા સુધી વધારવામાં આવશે.