રાજ્યમાં અહીંથી એસઓજીની ટીમે 15 કિલો ગાંજો ઝડપી પાડ્યો
20, માર્ચ 2021

મહેસાણા-

બેચરાજી તાલુકાના માંથી એસઓજીની ટીમે ૧૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળ રહી હતી મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે રેઇડ કરી એક ઓરડીમાં સંતાડેલ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં તપાસ કરતા ર્જખ્તને ગાંજાનો જથ્થો, રોકડ રકમ, વજનકાંટો, સહિત કુલ કિ.રૂ.૧,૫૬,૨૬૦નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો

મહેસાણા ર્જીંય્ની ટીમ મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ર્જીંય્ ને ખાનગી બાતમી મળી હતી કે, મોઢેરા ગામની સીમમાં કેનાલથી મીઠી ધારીયાલ જતાં રોડ ઉપર આવેલ દશામા મંદીરના કમ્પાઉન્ડમાં આવેલ એક ઓરડીમાં પટેલ મફતલાલ દેવચંદદાસ અને તેનો મિત્ર પ્રજાપતિ શંકરદાસ ખોડીદાસ મળીને ગાંજાનો વેપાર કરી રહ્યા છે જેને લઇ સુજબુજ થી રેઇડ કરી ઓરડી માંથી એક ઇસમને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસઓજી ની ટીમે બાતમી આધારે મોઢેરાની સીમમાં રેઇડ કરી હતી એ દરમીયાન બાતમી વળી જગ્યા પરથી ગાંજાનો જથ્થો ૧૫ કિલો ૩૨૫ ગ્રામ કિ.રૂ.૧,૫૩,૨૫૦નો ઝડપી પાડ્યો હતો તેમજ રોકડ રકમ રૂ.૨,૦૧૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦, વજનકાંટો-લોખંડના બાટ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૬,૨૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને શંકરભાઇ પ્રજાપતિ, પટેલ મફતલાલ અને ગાંજાે આપનાર મોતીભાઇ સહિત ૩ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution