અંતરિક્ષ વિભાગને 2021-22ના બજેટમાં 13,949.09 કરોડ મળ્યા

દિલ્હી-

બજેટમાં અંતરિક્ષ વિભાગને રૂ .13,949 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી રૂ .8,228 કરોડ મૂડી ખર્ચ માટે રાખવામાં આવ્યા છે. સ્પેસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નવા બનેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) માટે 700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'સ્પેસ ડિપાર્ટમેન્ટ હેઠળના PSU, ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ PSLV-CS51 લોન્ચ કરશે જે બ્રાઝિલના એમેઝોનિયા સેટેલાઇટ અને કેટલાક નાના ભારતીય ઉપગ્રહોને અવકાશમાં લઈ જશે.' '

અંતરિક્ષ વિભાગને 2021-22ના બજેટમાં 13,949.09 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 8,228.63 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી 2019-20ના ફાળવણી કરતા 900 કરોડ રૂપિયા વધારે છે અને નાણાકીય વર્ષ 2020-21 માટે ફાળવણી કરતા લગભગ 4,449 કરોડ રૂપિયા વધારે છે.ગયા વર્ષે અવકાશ વિભાગ માટે રૂપિયા 13,479.47 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમાં સુધારો કરીને 9,500 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. 2019-20માં, વિભાગને 13,017.61 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution