16, ડિસેમ્બર 2020
વડોદરા : રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઇન્ટર્નશીપ કરતાં તબિબો દ્વારા તેમના સ્ટાઇપેન્ડ વધારો થતા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતાં તબિબોને ઇન્સેટીવની માગ સાથે રાજ્ય વ્યાપી હડતાળ ચલાવી રહ્યા છે. જાેકે ઇન્ટર્ન તબિબોની આ માગ અને હડતાળને અયોગ્ય હોવાનું જણાવી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હડતાળ પરત ખેંચી લેવા માટે કડક શબ્દોમાં ચિમકી ઉચ્ચારી છે. તેમ છતાં મક્કમ બનેલા ઇન્ટર્ન તબિબો આજે બીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખી તેમની આરોગ્ય સેવાથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યા હતાં. જેના ભાગરૂપે આજે બીજા દિવસે સયાજી અને ગોત્રી હોસ્પિટલના ઇન્ટર્ન તબિબોએ પોતાની માંગોને અડગ રહી હોસ્પિટલના કેમ્પસમાં પ્લે કાર્ડ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તબિબોના સુત્રોચ્ચારથી કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. આજે હડતાળના તબિબોએ વિરોધ પ્રદર્શન બાદ બ્લડ ડોનેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.