અમરેલી, અમરેલીના રામપરા-૨ ગામના દરિયાકાંઠે કેમીકલ નાખી મેન્ગ્રુવ્ઝને બાળી નાખવામા આવ્યા છે. સંરક્ષિત વિસ્તારમા આ રીતે મેન્ગ્રુવ્ઝને બાળી નાખવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યુ છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમા કુદરતી રીતે જ મેન્ગ્રુવ્ઝના વૃો ઉગી નીકળેલા છે.પ્રકૃતિ પોતાની રીતે જ અહી આ વૃોનુ સર્જન કરે છે. કારણ કે આ વૃો દરિયાઇ પાણીથી જમીનનુ રક્ષણ કરે છે. જાે આ વૃોને હટાવવામા આવે તો અહીનુ પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે અને દરિયાના ખારા પાણીથી આગળની જમીનને રક્ષણ મળતુ નથી. રાજુલા જાફરાબાદ પંથકમા હવે આવુ પ્રાકૃતિક સંતુલન ખોરવાઇ રહ્યું છે. કારણ કે વિકાસની લ્હાયમા સરકારી તંત્ર દ્વારા અહી મેન્ગ્રુવ્ઝના વૃોનુ જે રીતે નિકંદન નીકળી રહ્યું છે. તેને નજર અંદાજ કરવામા આવી રહ્યું છે. અહી પીપાવાવ પોર્ટ ઉપરાંત મોટી મોટી અનેક કંપનીઓ કાર્યરત છે.આ મહાકાય ઉદ્યોગો પ્રકૃતિ સાથે ખુલ્લી છેડછાડ કરી રહ્યાં છે. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામ તથા આસપાસના વિસ્તારમા મોટા પ્રમાણમા મેન્ગ્રુવ્ઝનુ જંગલ છે. પરંતુ અહીના ઉદ્યોગો દ્વારા તેનો નાશ કરવામા આવી રહ્યો છે. આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર જંગલ પર ઝેરી કેમીકલ છાંટી તેનો નાશ કરવામા આવી રહ્યો છે. જે સમયે અગાઉના વર્ષોમા મેન્ગ્રુવ્ઝની ઘટાદાર પટી દરિયાકાંઠે છવાયેલી હતી તેનો ક્રમશ નાશ કરી દેવામા આવ્યો છે.

આ મહાકાય કંપનીઓ પર્યાવરણને નુકશાન પહોંચાડતી હોવા છતા તંત્ર કોઇ જ કાર્યવાહી કરતુ નથી. રામપરાના ભીખાભાઇ વાઘ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન અને અન્ય વિભાગોને રજુઆત કરી હતી. આમપણ રાજુલા પંથકમા દરિયાની ખારાશ અંદર સુધી ૧૦ થી ૧૫ કિલોમીટર સુધી ફરી વળી છે. ચુનાના પથ્થરોની લહેરને તોડી નખાતા ભુતળમા દરિયાના ખારા પાણી ઘુસી ગયા છે.વર્ષ ૨૦૧૯મા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની મદદથી દરિયાકાંઠાનો દરિયો બનાવાયો હતેા. જેમા આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર વૃક્ષો દર્શાવાયા હતા. જેનો ત્રણ જ વર્ષમા નાશ કરી દેવાયો છે.સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટે અગાઉ આદેશ કરી મેન્ગ્રુવ્ઝના વૃક્ષોથી ૫૦ મીટર અંદર સુધી બફર ઝોન જાહેર કરવાની સુચના આપી હતી. બફર ઝોન વિસ્તારમા કોઇ પ્રકારની બાંધકામ કે ખનન પ્રવૃતિ ન થઇ શકે. અહી બાંધકામ અને ખનન પણ થઇ રહ્યું છે અને મેન્ગ્રુવ્ઝને પણ ખતમ કરાઇ રહ્યાં છે.રામપરાના ભીખાભાઇ વાઘે ગુજરાત ઇકોલોજી કમીશનને લેખિત રજુઆત કરી અહી કઇ રીતે મેન્ગ્રુવ્ઝનો નાશ કરાયો છે અને બફર ઝોનમા ખનન તથા બાંધકામની પ્રવૃતિ કરાઇ રહી છે તે અંગે ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી અહેવાલ તૈયાર કરાવી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.