રાજપીપળા, હોળી ધુળેટીમાં સૌથી વધુ પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને બમણી આવક થશે એવા ઈરાદાથી તંત્ર દ્વારા સોમવારની રજા છતાં ધૂળેટીને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવ્યું છે.એક બાજુ બુકિંગ પણ વધી રહ્યા છે તો બીજી બાજુ કોરોના પણ વકરી રહ્યો છે.આજુ બાજુના રાજ્યોમાં લોકડાઉન કરવાની તૈયારીઓ છે આંતર રાજ્યની બોર્ડરો શીલ મારી દેવામાં આવી છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુળેટીની મોઝ માણવાની કોને પડી હોય, આ જ કારણે હવે લોકો બુકિંગ પણ કેન્સલ કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓમાં એકદમ ઘટાડો નોંધાયો છે.હવે તંત્ર પસ્તાઈ રહ્યું છે કે ધુળેટીને દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખ્યું હોત તો ટીકાને પાત્ર તો ના બનત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો હોળી રવિવારે છે છતાં એક્સપ્રેસ ટિકિટ માત્ર ૭૧ અને ધુળેટીના દિવસે ૮૪ ટિકિટ બુકીંગ થઈ છે.એવી જ રીતે વ્યૂઇંગ ગેલેરી ની ૬૦૦૦ માંથી માત્ર રવિવારે ૨૧૯૯ અને ધુળેટીના દિવસે ૬૧૮ ટિકિટો બુક થઇ છે, ત્યારે ૨૫ થી ૩૦ હજાર પ્રવાસીઓની આશા સેવી કમાણી ઝંખતું સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રને કુદરતે લપડાક મારી હોય એવો ભાસ થઇ રહ્યો હશે.લોકોના જીવનું જાેખમ ન જાેઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખી કોરોના વચ્ચે પ્રવાસીઓ રજાના દિવસે પણ બોલાવી રહ્યા છે.પણ કોરોનાનો વિસ્ફોટ એવો ફેલાયો છે કે પ્રવાસીઓ હવે ત્યાં આવવા તૈયાર નથી. નર્મદા જિલ્લા કલેકટરે બેઠકો કરી એક્શન પ્લાન બનાવે છે માસ્ક વગરનાને દંડ ફાટકરાવે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખી રજાના દિવસે પ્રવાસીઓને બોલાવી જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપે છે.એક જ વહીવટી આધિકારીની બે ધારી નીતિ કેટલે અંશે વ્યાજબી છે, જાે કે હવે જે પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે તેઓ બુકિંગ કેન્સલ કરી રહ્યા છે.