દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદથી મોટાભાગના દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, તાલિબાનોએ કાબુલ એરપોર્ટની બહાર લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીયો છે. જો કે, સૂત્રો દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ સંદર્ભે કોઈ ટિપ્પણી કરી નથી. તે જ સમયે, સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તમામ ભારતીયો સુરક્ષિત છે. શનિવારે, ભારતીય વાયુસેનાનું C-130J પરિવહન વિમાને 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી. આ ઘટના તેના પછી બતાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાલિબાન લડવૈયાઓએ લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીય છે. શનિવારે અપહરણની ઘટના અંગે અફઘાનિસ્તાનના અનેક મીડિયાએ અહેવાલ આપ્યો છે. કાબુલમાં ભારતીય વાયુસેનાના પરિવહન વિમાનોની અવરજવરને સરળ બનાવવા માટે ભારત સરકાર અમેરિકી સરકાર સાથે નજીકથી કામ કરી રહી છે. દરમિયાન, તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લા વાસેકે અફઘાન મીડિયાના કાબુલમાં 150 ભારતીય નાગરિકોના અપહરણના રિપોર્ટને નકાર્યા હતા.