એપાર્ટમેન્ટમાં ભેદી પ્રવૃત્તિઓ કરતો વાહનચોર ઝડપાયો
03, નવેમ્બર 2020

વડોદરા : શહેર નજીક બિલ ગામ પાસે આવેલા ધ માર્ક એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી યુવક રોજ નવી નવી બાઈક લઈને આવતો હોઈ તેમજ તેના ઘરમાં પણ અજાણ્યા ઈસમો અને શંકાસ્પદ યુવતીઓની અવરજવર થતી હોઈ એપાર્ટમેન્ટના રહીશોએ આજે ઉક્ત યુવકને આંતરીને તેની કડકાઈથી પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવક બાઈકચોક હોવાની તેમજ તે સેક્સરેકેટ અને ડ્રગ્સનો બંધાણી હોવાની વિગતો મળતા તેને માંજલપુર પોલીસના હવાલે કરાયો હતો. 

બિલ ગામ પાસેને ધ માર્ક એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતો ૨૦ વર્ષીય રોહિત પ્રોશાંતો સરકાર છેલ્લા કેટલાક સમયથી નવી નવી બાઈક લઈને ઘરે આવતો હતો. આ ઉપરાંત તેના ફ્લેટમાં ભેદી સંજાેગોમાં નવા નવા અજાણ્યા યુવકો તેમજ યુવતીઓ પણ આવતી હતી. રોહિત સરકારના ફ્લેટમાં ચાલતી ભેદી પ્રવૃત્તીઓ અંગે ધ માર્ક એપાર્ટમેન્ટના રહીશોમાં ચર્ચા જાગી હતી. ગઈ કાલે રોહિત નવી બાઈક લઈને ઘરે આવ્યા બાદ આજે બીજી નવી બાઈક લઈને ઘરે આવતા એપાર્ટમેન્ટના રહીશોએ તેને આંતર્યો હતો.

તેઓએ તેના કામધંધા તેમજ નવી નવી બાઈક ક્યાંથી આવે છે તેની પુછપરછ કરતાં તેણે ગોળગોળ જવાબો આપ્યો હતા. તે કોઈક વાત છુપાવતો હોવાની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશોએ તેના ઘરમાં તપાસ કરી હતી જેમાં ઘરમાંથી બે લેપટોપ, બે નંબરપ્લેટ તેમજ દરેક ખુણામાં સિગારેટના ઠુઠા અને ડ્રગ્સ એડિક્ટો નશો કરવો માટે જે ફોઈલ રેપરનો ઉપયોગ કરે છે તેવા રેપરો, કોન્ડમ અને વલસાડના સરનામાવાળું આધારકાર્ડ મળ્યું હતું. રોહિતની આ ભેદી પ્રવૃત્તીઓની માંજલપુર પોલીસને જાણ કરાતા જ પોલીસે તુરંત ઘટનાસ્થળે આવીને રોહિતને પોલીસ મથકમાં લઈ આવી હતી. પોલીસે તેની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે જેમાં રોહિતની ગુનાખોરીની વિગતો સપાટી પર આવી હોવાનું મનાય છે. આવતીકાલે પોલીસ તેની વધુ વિગતો જાહેર કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ગઈ કાલે રોહિતના ઘરે બે યુવતીઓ આવેલી

ધ માર્ક એપાર્ટમેન્ટના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે આજે પણ રોહિત ડ્રગ્સનો નશો કર્યો હોય તેમ સભાનઅવસ્થામાં નહોંતો. આ ઉપરાંત તેના ઘરે ગઈ કાલે પણ બે યુવકો અને બે યુવતીઓ આવી હતી અને થોડી વાર રોકાઈને રવાના થઈ હતી જેથી રોહિત તેના ઘરમાં ડ્રગ્સની પાર્ટી સાથે સેક્સરેકેટ ચલાવતો હોવાની પણ શંકા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution