અમરેલીના વડીયા નજીક ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી
27, ડિસેમ્બર 2021

અમરેલી અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ઓવર લોડ વાહનોની અવર જવર વધી રહી છે. જેના કારણે નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે આજે વહેલી સવારે વડીયા શહેરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટ્રક ચાલક ઓવર લોડ ભરીને જઈ રહ્યો હતો જેને ઝડપી લીધો હતો. ટ્રક ચાલક રાજકોટ જિલ્લા માંથી વડીયા વિસ્તારમાં પ્રવેશ કરતા ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં નંબર પ્લેટ પણ હતી નહિં. ખાણ ખનીજ વિભાગ દ્વારા ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વડીયા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલમાં ટ્રકો ઓવર લોડ ફરી રહ્યા છે. અહીં ટ્રાન્સપોર્ટનો મોટો ઉદ્યોગ હોવાને કારણે સતત અવર લોડ ભરી ટ્રક ચલાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ.ટી.ઓ.વિભાગની મીઠી નજર હેઠળ ઓવર લોડ ટ્રકો ચાલી રહી છે. સાથે સાથે ખાનગી ટ્રાવેલ્સ બસમાં પણ નિયમ કરતા વધુ મુસાફરો જાેવા મળી રહ્યા છે. ત્યારે આર.ટી.ઓ.વિભાગ કેમ કાર્યવાહી નથી કરતું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution