જામનગર-

હાલમા કોરોના વાઇરસનુ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે આવા સમયે સરકારી હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલોમાં બેડ ફુલ થઈ ગયા છે અને દર્દીના સગા દર્દીને લઇને અલગ અલગ હોસ્પીટલના ધક્કા ખાતા હોય છે. આ મહામારીના સમયમાં અમુક વ્યક્તિઓ દ્રારા વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. તેવોજ કિસ્સો રાજકોટ સરકારી હોસ્પીટલમાંથી સામે આવ્યો છે. હોસ્પિટલમાં આવેલા દર્દીના સગા સાથે બે શખ્સો દ્રારા તાત્કાલીક સરકારી હોસ્પીટલમાં બેડ અપાવી દેવા બદલામાં રૂપિયા 9000 લેતા હતા જેનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્રારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અન્વયે ક્રાઇમ બ્રાંચના ડી.વી.બસીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી પી. કે. દીયોરા સાહેબ પશ્ચિમ વિભાગ, તથા ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ, વી. કે. ગઢવી તથા પ્રધ્યુમનનગર પો,સ્ટે. પો. ઇન્સ. એલ.એલ.ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રધ્યુમનનગર પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી અને વીડિયોમાં લાંચ માંગનાર બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે. આ મહામારીમાં લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા પરંતુ દર્દીઓના સગા આકાશ પાતાળ એક કરીને દર્દી માટે બેડની વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે એવામાં કેટલાક અસામાજિક તત્વો લોકોની મજબૂરીનો ફાયદો પણ ઉઠાવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલમાં બેડની અછત છે પણ 2 વ્યક્તિઓ દાવો કરતા હતા કે 9000માં તે બેડની વ્યવસ્થા કરી આપશે. રાજકોટ પોલીસે આ વ્યક્તિઓને જામનગરથી ઝડપી પાડ્યા છે.