પાક નિષ્ફળ જતા ખેડૂતોનો અનોખો વિરોધ, પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા
21, ઓક્ટોબર 2020

રાજકોટ-

ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાની ભોગવવી પડી છે. પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડૂતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ નવરાત્રીના તહેવારને લઈને હોળીની ફરતે રાસ રમીને અનોખો વિરોધ કરીને સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી હતી. ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેતરમાં પોતાના પાકની હોળી કરી ગરબે ઘૂમીને પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે.

પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે જાહેરાતો કરી છે. પરંતુ હજુ સુધી તેમનું પાલન થયું નથી. જેમને કારણે ધોરાજી પંથકમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા રવિ પાકના વાવેતર સમયે જ ખાતર બિયારણ ખરીદી કરીને વાવેતર કરવા માટે લાચાર બન્યા છે. જેમને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સાથે જ ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડૂતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ નવરાત્રિના તહેવારને લઈને હોળીની ફરતે રાસ રમીને અનોખો વિરોધ કર્યો હતો તેમજ સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution