અમદાવાદ-

અમદાવાદમાં વેક્સિન મહાભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 5 દિવસથી અમદાવાદ વાસીઓને રસી મળી નથી રહી. રાજ્ય સરકાર દ્વારા રોજના એક લાખ લોકોને રસી આપવાનું નક્કી કરાયું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા માંડ 40 હજાર જેટલા લોકોને રસી આપવાનો ટાર્ગેટ પહોચ્યો હતો. ત્યારે રસી ખૂટી પડતાં આ ટાર્ગેટ પૂરો કરવામાં કોર્પોરેશન પાછળ પડી ગયું છે. જોકે 21 જૂન થી 29 જૂન સુધી અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2 લાખ 89 હજાર 500 જેટલા લોકોને આ 9 દિવસમાં રસી આપવામાં આવી છે. જોકે આ રસી લેવા વાળા લોકોની સંખ્યા 7 થી 8 લાખ થવી જોઈએ એની જગ્યા પર માત્ર 2 લાખ જ થયા છે.

અમદાવાદમાં પાછળના 5 દિવસ થી રસી મળી નથી રહી જે પણ મોટા કમ્યુનિટી હૉલ માં મળે છે તે માત્ર કો વેક્સિન મળે છે. જે જગ્યા પર કોવિશિલ્ડ મળે છે તે માત્ર 50 જેટલા લોકોને જ આપે છે . જે લોકો એ પહેલો ડોજ કોવિશિલ્ડ નો લીધો છે. તેમણે કોવિશિલ્ડ નથી મળી રહી. પહેલા ડોજ લેનાર લોકોને કો વેક્સિન આપવામાં આવે છે. જોકે આ હાલાકી બીજો ડોજ લેનારા લોકોને થઈ રહી છે.

કોર્પોરેશન હેલ્થ વિભાગના અધિકારી ભાવિન સોલંકી એ જણાવ્યુ હતું કે અમને રસી સરકાર તરફથી ઓછી મળી છે. જે રીતે અમને રસી મળી છે તે રીતે અમે કેન્દ્રો પણ વિતરણ કરીએ ખાસ કરીને મોટા મોટા કમ્યુનિટી હૉલ છે. એમાં રસી આપવામાં આવી રહી છે. ધીરે ધીરે રસી અમને વધારે મળી રહી છે. એમ અમે લોકો માટે મોકલી રહ્યા છીએ કોર્પોરેશન દ્વારા કોશિશ છે કે લોકો ને રસી પૂરતી મળી રહે.

તો બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનને મળેલી રસી જોઈએ તો 28 જૂન એ 13000 , 29 જૂન એ 22 હજાર અને 30 જૂન એ 35000 હજાર જેટલા વાયલ અમદાવાદ કોર્પોરેશને મળ્યા છે. દિવસે દિવસે અમદાવાદ કોર્પોરેશનને વધુ રસી મળી રહી છે. જોકે અમદાવાદમાં રસી માટે લોકોને જે પણ હાલાકી ભોગવી પડી છે એના માટે કોર્પોરેશન પણ દિલગીરી વ્યક્ત કરી છે. ગઇકાલે કોર્પોરેશનમાં આવેલા ગૃહ મંત્રી એ પણ વેક્સિન નહીં મળતા દિલગીરી વ્યક્ત છે.

રસીના બીજાડોઝ માટે લોકોને હાલાકી

અમદાવાદમાં રસીની રામાયણ છેલ્લા 5 દિવસથી થઈ રહી છે. વડીલોને બીજા ડોજ માટે ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. કોવિશિલ્ડનો જથો ખૂટી પડતાં પહેલા ડોજ બાદ બીજા ડોજ કોવિશિલ્ડ નહીં મળતા લોકોને મુશ્કેલી પડી રહી હતી. ત્યારે વેપારીઓને પણ 30 જૂન સુધી રસી લઈ લેવા માટે સરકારે કહ્યું હતું પરંતુ રસી નહીં મળતા લોકોને હાલાકી ભોગવી પડી હતી. વેપારીઓને સમય મર્યાદા વધારે કરવા માટે માંગ કરવામાં આવી છે. ગૃહ પ્રધાને પણ આ વિષે નિવેદન આપતા કહ્યું હતું કે વેપારીઓની બાબતમાં વિચારણા કરવામાં આવશે.

અમદાવાદમાં અનેક રસીકરણ કેન્દ્રો પર હોબાળો

અમદાવદમાં રસી ખૂટી પડતાં લોકો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદનાં અનેક વિસ્તારો જેવા કે વેજલપુર, બાપુનગર, વસ્ત્રાપુર , પાલડી જેવા સેન્ટરો પર લોકો દ્વારા રસી નહીં મળતા હોબાળો કરવામાં આવ્યો હતો. લોકો સવારના લાઇનમાં ઊભા હતા પરંતુ તેમણે રસી નહીં મળતા પાછા જવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ નોકરિયાત વર્ગને પણ ઓફિસમાંથી આદેશ છે કે રસી લઈ લેવામાં આવે પરંતુ રસી નહીં મળતા લોકોને પણ હાલાકી ભોગવી પડી છે.