પાડોશી રાજયના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું

તાપી-

રાજ્યના વરસાદના બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના તાપી સહીતના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાની વાત કરીએ સારો વરસાદ પડતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. હવે ફરી મહારાષ્ટ્રના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમ અને હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પ્રકાશા ડેમના 4 દરવાજા ખોલીને અને હથનુર ડેમના પણ 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પાણીની આવક થઇ છે. ઉકાઈ ડેમમાં હાલ 58, 579 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેના કારણે ડેમની જળસપાટી વધીને 333.04 ફૂટ થઈ છે.

તાપી નદીમાં ઉપરવાસમાં આવેલા હથનુર ડેમ ની સપાટી 210 મીટરે પહોચી છે. હથનુર ડેમમાંથી 20,700 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. હથનુર ડેમ ઉપરાંત પ્રકાશા ડેમની સપાટી 109 મીટરે પહોચતા પ્રકાશા ડેમમાંથીપાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ બંને ડેમમાંથી છોડવામાં આવેલો પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઠાલવાઈ રહ્યો છે જેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઇ ડેમમાંથી હાલ માત્ર 58, 579 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર કોઝવેની સપાટી પર જોવા મળી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution