રાજકોટ, રાજકાટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા સુપર હાઇટસ નામના ૧૪ માળના બીલ્ડીંગમા અગાસી પર દીવાલ ઉપર એક યુવક આત્મહત્યા કરવા ચઢી ગયો હતો. આવા સમયે રાજકાટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ પેટ્રોલિંગમાં હતા દરમિયાન લોકોના ટોળાને એકઠા થતા જાેય બાદમાં યુવકને સમજાવી નીચે ઉતારી આત્મહત્યા કરતા બચાવ્યો હતો.બનાવની વિગત મુજબ રાજકોટની બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બિલ્ડીંગની બાજુમા માણસો ભેગા થયા હતા. પોલીસે જાેયું તો એક યુવક સૌથી ઉપરના માળે બહારની બાજુ તેના બંને પગ લટકાડીને બેઠો જાેવા મળ્યો હતો. આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઇ આદ્રોજા અને મહેશભાઇ પરસોતમભાઇ રૂદાતલાએ ત્યાં હાજર માણસોને આ બિલ્ડીંગ ઉપર બેઠેલા યુવક અંગે પૂછતા ત્યાંથી જાણવા મળ્યું હતું કે તે કોઇ અજાણ્યો યુવક હોય જે આત્મહત્યા કરવા માટે ઉપર ચડ્યો છે.આ યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, હવે મારાથી કોઈને કંઈ વાંધો નહીં આવે, હું જે કરવા જઈ રહ્યો છું તેમાં કોઈનો હાથ નથી. મારાથી કોઈને વાંધો નથી પરંતુ દુનિયાને વાંધો છે. જાે કોઈને કંઈ તકલીફ હોય તો એ દુનિયાનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી.પણ કઠણાઈ આ બધું કરાવે છે. બધાએ મને ખૂબ જ સાચવ્યો છે, દીકરાની જેમ રાખે છે. પરંતુ અમુક કારણોસર મારે આ પગલું ભરવું પડે છે. રાજુ મામા એ તો મને દીકરાની જેમ સાચવ્યો છે.વધુમાં તેણે જણાવ્યું હતું કે, પણ શું કરવું હવે સમય આવી ગયો એટલે મારે આવું બધું કરવું પડે છે. મારા કપડાં તથા મારો મોબાઇલ ફોન કોઈને દાન કરી દેજાે અને રાજુભાઈ સોજીત્રા મહેરબાની કરીને મનાલી ઓર્નામેન્ટ મૂકીને જતા નહીં, આ મારી અંતિમ ઇચ્છા સમજવી હોય તોય ભલે અને મારી અંતિમ વાત સમજવી હોય તો પણ ભલે. મારા વગર એ લોકોનો ઉદ્ધાર ન હતો પરંતુ હવે તમારા વગર એ લોકોનો ઉદ્ધાર નહીં હોય.