ફેસબુક પર આ એક લખાણને કારણે યુવકે ગુમાવ્યો જીવ, જાણો વધુ
27, ફેબ્રુઆરી 2021

ભાવનગર-

ભાવનગરના મહુવા તાલુાકના કાટકડા ગામે રહેતા અને ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કરેલી ફેસબુક કોમેન્ટના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.મૃતક પ્રવીણે થોડા દિવસ પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટ પર 'રાણો રાણાની રીતે' લખી એક કોમેન્ટ કરી હતી. જેનાથી નારાજ થયેલા બે શખ્સોએ પાઈપના ફટકા મારી પ્રવીણની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.મૃતક યુવક ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરતોબનાવની

જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના કાટકડા ગામે રહેતા અને ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રવિણભાઇ ગભાભાઇ ઢાપા (ઉ.વ.૨૨) સવારના ૧૧ વાગ્યે અરસા દરમિયાન પોતાની ગામ સીમાડે આવેલ વાડીએ હતા તે વેળાએ બે શખસોએ તેને ઉઠાવી જઇ પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા તાત્કાલિક સારવાર અર્થે પ્રવિણભાઇને ભાવનગર સર ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાન પ્રવિણભાઇના દાદાના દિકરા મથુરભાઇ તેજાભાઇ ઠાપાએ જણાવ્યું હતું કે, પ્રવિણભાઇએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કર્યો હતો જેની દાઝ રાખી આજ ગામમાં રહેતા મહિપત અને મેરામ નામના શખસોએ સવારે પ્રવિણભાઇને વાડીએથી તેઓની વાડીએ ઉઠાવી જઇ પાઇપના ઘા ફટકાર્યાં હતાં જેના પગલે પ્રવિણભાઇનું સારવારમાં મૃત્યુ નિપજવા પામ્યુ હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution