અમદાવાદ ભારે વરસાદને કારણે અમદાવાદનાં તમામ રસ્તાઓ ધોવાઇ જતાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઇ છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડા પડી ગયા છે, જેણા કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. છતાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડતા વાહનચાલકો અને નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ડિસ્કો બનતા ચાલકોની હાલત દયનીય બની છે. ત્યારે કોર્પોરેશન હજુ પણ શહેરમાં ખાડાનું પુરાણ કર્યાની વાતો કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે. આ સરકારે જેમ નાગરીકોની ચિંતા વ્યક્ત કરીને ટ્રાફિકનાં દંડમાં વધારો કર્યો છે. તેમ કોર્પોરેશના અધિકારીઓને ક્યારે તેમની બેદરકારી બદલ દંડશે?

ધોધમાર વરસાદથી સ્માર્ટસિટી અમદાવાદ ખાડાવાદ બન્યું છે. શુક્રવારે પડેલા વરસાદના કારણે ઈસ્કોન બ્રિજ, મણિનગર, રાણીપ, વાડજમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં વરસાદના ૨૪ કલાક બાદ પણ હજુ સુધી લોકોને અનેક પરેશાનીઓ પડી રહી છે.

અમદાવાદમાં આવેલા ય્જી્‌ રેલવે ક્રોસિંગ પાસે હજુ સુધી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને સવારે નોકરી-ધંધે જતી વખતે ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. છેલ્લા ૨ વર્ષથી અંડરપાસનું કામ પણ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. રેલવેના પાટા પર ચાલીને જવા માટે લોકો મજબૂર થયા છે.

અમદાવાદના નવા વાડજના કીટલી સર્કલ પાસે પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો છે. રોડ બેસી જવાના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. આ ઘટનાની માહિતી તંત્રને ખબર પડતા છસ્ઝ્રએ રોડને કોર્ડન કરી કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદથી મુખ્ય ચાર રસ્તા પર જ રોડ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે. આ સિવાય અમદાવાદના મણિનગરમાં વસંતનગર સોસાયટીની સામે પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા છસ્ઝ્રએ ખોદકામ કર્યુ હતું, પરંતુ બરાબર કામગીરી ન થવાના કારણે પહેલા જ વરસાદમાં રોડ બેસી જવાની ઘટના બની છે. ડ્રેનેજ અથવા પાણીની લાઈન માટે એએમસીએ ખોદકામ કર્યું હતું. નેલસન સ્કૂલથી થોડા અંતરે જ રોડ બેસવાની ઘટના બની છે. વસંતનગર સોસાયટીમાંથી વાહનો બહાર ન નિકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદમાં બીજા દિવસે વરસાદી માહોલ

હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેમાં એસજી હાઈ, પ્રહલાદ નગર, સાઉથ બોપલ, ઘુમા, ઈસ્કોન, મકરબા, શ્યામલ અને વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ગઈ કાલે ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, ત્યાં ફરી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં મોટાભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં આજે બીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે પણ અમદાવાદમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. ૧૨ અને ૧૩ જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ બપોરે એરપોર્ટ પાસે ધોધમાર વરસાદ શરુ થયો છે. એરપોર્ટ, સરદાર નગર, કુબેરનગર પાસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે.