સુરત- 

એક રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મચારી પોતાના ઘરે ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ, દુનિયા છોડ કર જા રહી હું ચિઠ્ઠી લખીને ગુમ થયાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઇ છે. મુળ ઝારખંડની ૩૧ વર્ષીય રજનીકુમારી અડાજણ અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહે છે. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે. તા. ૭મીના રોજ બંને બહેનો સવારે નોકરી માટે ઘરેથી નીકળી હતી. જાેકે, રજનીકુમારી બેંક પર પહોંચી ન હતી.

જેથી બેંક પરથી તેની નાની બહેનને ફોન કરી રજની નોકરી પર આવી ન હોવાની જાણ કરાઇ હતી. રાની એ તરત જ કોલ કર્યો હતો પણ રજનીકુમારીનો ફોન બંધ આવ્યો હતો. શોધખોળ કર્યા બાદ પણ તેણીનો પતો લાગ્યો ન હતો. દરમિયાનમાં તેણીના ઘરેથી ફોન અને એક ચિઠ્ઠી મળી આવી હતી. હિન્દી ભાષામાં ‘લખાયેલી ચિઠ્ઠીમાં રજનીએ જણાવ્યું હતું કે મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું.

રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. લવ યુ, સોરી. લખ્યું હતું.આ ચિઠ્ઠી મળતા જ ગભરાઇ ગયેલી રાનીએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ દીધી છે. રજનીકુમારીને માર્ચ ૨૦૨૦માં સગાઇ થઇ હતી. જાેકે,બાદમાં સગાઇ તુટી ગઇ હતી. જેના કારણે રજની કુમારી તણાવમાં રહેતી હતી. આ કારણોસર તેણીએ ઘર છોડ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.