વેજ-નોનવેજની વાત નથી ઃટ્રાફિકને નડશે તેવી લારીઓ હટાવાશેઃ મુખ્યમંત્રી
16, નવેમ્બર 2021

આણંદ, જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ ર્નિણય જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંર્ગનિણય લેવાયો છે. જાે કે આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવાશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જાેઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જાેઇને જ કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે, ભાજપના કાર્યકરો કામકાજમાં ખુબ જ મજબુત છે. કાર્યકરોનું કામ થાય તો તેમાં અમે ખુશ છીએ અમારો પણ વટ પડશે. તમારો અને અમારો બંન્નેનો વટ પડશે. નગર પાલિકાએ ૩૦૦થી ૪૦૦ કરોડનાં કામ કર્યા છે. ભાજપનો કાર્યકર સુખમાં કોઇને સાથે ન ઉભો રહે તો કાંઇ નહી પરંતુ દુખમાં તો જરૂર ઉભો જ હશે. ભાજપનો કાર્યકર કોરોના દરમિયાન પ્રજાની પડખે ઉભો છે. કાર્યકરો હવે કામમાં મજબુત થઇ ગયા છે. ગાંધીનગરનો કાંટો આ વખતે કાઢી નાખ્યો છે. પહેલા આંચકા મારીને બેસતા હતા આ વખતે બહુમતી લાવી દીધી છે. ખુબ જ વિકાસના કામો કર્યા છે. નલ સે જલ યોજના આણંદ જિલ્લામાં ૧૦૦ ટકાએ પહોંચી ચુકી છે. ભુલ બતાવશો તો અમારી સુધારાની તૈયારી પણ છે. અમે કર્યું તે જ સાચું એવું અમે માનતા જ નથી. માણસ હોય તો ભુલ થાય. લારીમાં વેચાતા પદાર્થો સ્વચ્છ અને સારા હોય તે જાેવાની અમારી જવાબદારી છે. ટ્રાફીકને અડચણ રૂપ હોય તે કોર્પોરેશન ઇચ્છે તે લારી હટાવી શકે છે. કાર્યકરો માટે સૌથી મોટા અને આનંદના સમાચાર જણાવી દઉ. મારૂ જ ઉદાહરણ લઇને કાર્યકરોએ આગળ ચાલવાનું છે. તેમનો નંબર પણ ગમે તે ક્ષણે આવી શકે છે. એક વખતનો ધારાસભ્ય મુખ્યમંત્રી બની શકતો હોય તો કાર્યકર પણ ધારાસભ્ય બની જ શકે છે. આપણે ૨૦-૨૦ નથી રમવાની. આપણે સ્ટેડિયમમાં રમવા વાળા છીએ. ભાજપનું શાસન હતું છે અને રહેશે. ઉતાવળ કરવાની જરૂર નથી. દરેકનો નંબર વારાફરતી આવશે. લોકો ભાજપને જ ઓળખે છે. ભાજપને જ મત્ત આપે છે. તેથી કોઇ નેતાએ સત્તામાં મદમસ્ત થઇ જવાની પણ જરૂર નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution