09, એપ્રીલ 2021
મહેસાણા-
કડી શહેરમાં આવેલી ભાગોદય સહિત વિવિધ હોસ્પિટલોમાં સરકારે મંજૂરી આપતા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જાે કે, હાલમાં કડીમાં આ વાઇરસ ફરી એકવાર વાયુવેગે ફેલાતા ઠેર ઠેર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં શહેરના તમામ કોવિડ સેન્ટરોમાં કોવિડ કેર માટેના બેડ ભરાઈ ચૂક્યા છે અને કોરોનાની સારવાર આપતી આ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે વધુ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આવતા તેમને અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવાની ફરજ પડી રહી છે.
મહત્વનું છે કે, કડીમાં આરોગ્ય અધિકારીઓ નિંદ્રાધીન અને બેજવાબદાર જાેવા મળી રહ્યા છે. સમાજના દર્પણ સમાન પત્રકારીત્વ કરતા પ્રતિનિધિઓ દ્વરા સંપર્ક કરવા છતાં તેઓ પ્રજાની આંખોમાં પણ ધૂળ નાખી રહ્યા છે. ત્યારે કડીમાં વકરેલો કોરોના ક્યારે અંકુશમાં આવશે અને જવાબદાર તંત્રના અધિકારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ જાેવું રહ્યું.