સાહેબ, ખુબ નિર્દયતાથી માર્યા , સીએમ સમક્ષ ભાવનગરના સાર્થકે ઘટના વર્ણવી 
24, એપ્રીલ 2025 ભાવનગર   |  

આતંકીએ મારી સામે જોયું પણ હુ દીવાલ પાછળ સંતાઇ ગયો

મુખ્યમંત્રીએ પરિવારને સાંત્વના આપી 


જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા પુત્રના મૃતદેહને અંતિમ ક્રિયા માટે ભાવનગર લાવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ મૃતકના પરિજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર ઘટનાને નજરે જોનાર 17 વર્ષીય સાર્થકે સમગ્ર ઘટના વર્ણવી હતી અને કહ્યું હતું કે, સાહેબ ખુબ નિર્દયતાથી માર્યા. 

જમ્મુ કાશ્મીરના પુલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરાયા છે. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવીધિમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ આખી ઘટના વર્ણવી હતી. મૃતક સ્મિતના મામાના દીકરા અને દુર્ઘટના સમયે પુલગામમાં હાજર સાર્થક નાથાણીએ મુખ્યમંત્રી આગળ ઘટના વર્ણવતાં જણાવ્યું કે, અમે જતા હતા ત્યાં ગોળીનો અવાજ આવ્યો એટલે સ્મિત ત્યાં ઉભો રહી ગયો તો આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી.. હુ થોડો 10 ફૂટ જેટલો દુર હતો. આતંકીએ મારી સામે જોયુ પણ હું દિવાલ પાછળ સંતાઇ ગયો. સાહેબ ત્યાં 300-400 લોકો હતા પણ એક અર્મી જવાન નહોતો.. અડધા કલાકે તો આર્મી આવી. મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી.. સાહેબ ખુદ નિર્દયાથી માર્યા છે. સાર્થકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, અમે શ્રીનગરથી ફરવા ગયા હતા, બે દિવસનો પ્રોગ્રામ હતો. અમે ટિકિટ લઇને ઉપર ગયા એના બે-ત્રણ મિનિટમાં ફાયરિંગ થયું. પછી થોડીકવાર એકદમ શાંતિ થઇ ગઇ અને ફરીથી બધાને અચાનક ગોળીઓ વાગવા માંડી. એમાં મારા ફુવા અને મારા ફોઇના છોકરા સ્મિતને ગોળીઓ વાગી ગઇ, અત્યારે એ નથી રહ્યા..પોતાના બચાવ અંગે સાર્થક વધુમાં કહે છે કે, મેં મારો બચાવ મારી જાતે કર્યો, મારા ફોઇને પણ મેં બચાવ્યા એમને હું ઘોડામાં બેસાડીને નીચે લાવ્યો હતો. ત્યાં મોટુ કારણ એ હતું કે ત્યાં ઘણા લોકો હતા પણ કોઇ આર્મી જવાન નહોતા. ત્યાં ચારેબાજુથી ફાયરિંગ થતું હતું. 23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા. આજે સુરતમાં મૃતક યુવક શૈલેષ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તે પહેલાં તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવિધિમાં માતા કાજલબેનના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીની છવાઇ ગઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution