09, માર્ચ 2021
લંડન-
બ્રિટનની સૌથી મોટી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે આગામી નાણાકીય વર્ષમાં કોસ્ટ કટિંગ માટે ૨ હજાર કર્મચાચરીઓની છટણીની જાહેરાત કરી છે. હાલમાં આખી દુનિયામાં લેન્ડ રોવરના લગભગ ૪૦ હજાર કર્મચારીઓ કાર્યરત છે જેમાંથી ૨ હજાર કર્મચારીઓની છટણી થવી નક્કી છે. જગુઆર લેન્ડ રોવરે જણાવ્યું કે કંપની ૨૦૨૫ થી ઈલેક્ટ્રીક ગાડીઓ બનાવવાનું કામ શરુ કરી દેશે. જગુઆર કંપની ૨૦૨૪ માં તેની પહેલી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે. ૨૦૦૮ માં ટાટા મોટર્સે જગુઆર લેન્ડ રોવરને ૧.૭ બિલિયન પાઉન્ડમાં ખરીદી હતી. આ સોદામાં બ્રિટીશ બ્રાન્ડ્સ જગુઆરની માલિકીવાળઆ બે પ્રભાવી બ્રાન્ડ લાનચેસ્ટર અને રોવર પણ સામેલ હતા.
જગુઆર ઈલેક્ટ્રીક કારના વિકાસ માટે નવા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન હેઠળ કંપની દર વર્ષે લગભગ ૨.૯ બિલિયન યુરોનું રોકાણ કરશે જેનાથી કંપની ૨૦૨૯ સુધી ઈલેક્ટ્રીક વ્હીકલની એક આખી શ્રુખલા લોન્ચ કરી શકશે. આ કારણે કંપનીએ વેતનભોગી કર્મચારીઓની છટણી અંગે જાણકારી આપવાનું શરુ કરી દીધું છે. જાેકે જગુઆર લેન્ડ રોવરે સ્પસ્ટતા પણ કરી છે કે જે કર્મચારી કલાકના હિસાબે કામ કરી રહ્યાં છે તેમને નોકરીમાંથી નહીં કાઢી મૂકવામાં આવે.