આ છે આણંદનું વડોદ, કોરોના પાસે વડોદનું સરનામું નથી!?
26, જુલાઈ 2020

આણંદ, તા.૨૫  

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથવાત રહેવા પામ્યો છે. આણંદ તાલુકાનું વડોદ ગામ પણ કોરોનાથી બાકાત રહ્યું નથી. બે દિવસ પૂર્વે જ આ ગામમાં એક મહિલાનુ કોરોનાથી મોત નિપજ્યું હતું. નાનકડાં આ ગામમાં સરકારની કોરોના ગાઇડલાઇન્સના ધજાગરાં ઉડતા આ તસવીરોમાં જાેઈ શકાય છે. અહીં એવું પૂછવાનું મન થાય છે કે, શું અહીં કોરોના નહીં આવે!? કોરોના પાસે આ દુકાનનું સરનામું નથી!? આ તસવીર છે ગામમાં આવેલી એક સસ્તા અનાજના દુકાનની! જ્યાં રાશન લેવા માટે ગ્રામજનોની ભારે ભીડ જામી છે. લોકોમાં શિસ્ત અને સાશિયલ ડિસ્ટન્સ જાળવવાનો સદંતર અભાવ જાેવાં મળી રહ્યો છે. દુકાનના સંચાલકની નજર સામે સરકારની કોરોના ગાઇડલાઇન્સના સરેઆમ ધજાગરાં ઉડી રહ્યાં છે ત્યારે જવાબદાર તંત્ર આ મામલે આળસ ખંખેરશે કે પછી લોકો જાય તેલ લેવાની નીતિ અપનાવશે? એવી ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution