લોકસત્તા ડેસ્ક

ઈડલીનું નામ આવતા જ મોંમાં પાણી આવે છે. સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર ઈડલી દક્ષિણ ભારતનું મુખ્ય ભોજન છે. ઈડલીનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટે સારી હોવાને કારણે ઈડલી બ્રેકફાસ્ટ સિવાય લંચ અને ડિનરમાં પણ ખાવાનું પસંદ કરે છે. ઈડલી હવે આંતરરાષ્ટ્રીયસ્તર પર લોકોની પસંદ બની ચુકી છે. આ જ કારણે 30 માર્ચના રોજ દુનિયાભરમાં વર્લ્ડ ઈડલી ડેની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ ઈડલીના ઇતિહાસ વિષે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2015માં ચેન્નાઇના ચેન રેસ્ટોરન્ટના માલિક એનિયાવનને શરૂઆત કરી હતી. આ દિવસેને ખાસ બનાવવા મારે એનિયાવનને લગભગ 1438 પ્રકારની ઈડલી બનાવી અને 44 કિલોની ઈડલી કેક બનાવી હતી. આ રીતે વર્લ્ડ ઈડલી દિવસના રૂપમાં મનાવવાની ડીલ પાકી થઇ હતી. આ બાદ દર વર્ષે દુનિયાભરમાં ઈડલી દિવસ મનાવવામાં આવે છે.

સામાન્ય રીતે, જ્યારે આપણે ઇડલીની વાત કરીએ છીએ ત્યારે ચેન્નાઈ શહેર પ્રથમ આવે છે. પરંતુ તમે શું જાણો છો કે ઇડલીનું કનેક્શન પણ ઇન્ડોનેશિયા સાથે જોડાયેલું છે ? હા, ફૂડ ઇતિહાસકારો કહે છે કે ઇડલીની વાસ્તવિક માન્યતા ઇન્ડોનેશિયાની છે જ્યાં આથોવાળા ખોરાકનો જૂનો ઇતિહાસ છે. જ્યારે ભારતમાં ઇડલીનું આગમન 800 થી 1200 ઈસવીસન પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે.

આવો જાણીએ વિવિધ ઈડલી વિષે.

સ્ટફ્ડ ઈડલી

આ ઈડલીના નામથી જ ખબર પડી જાય છે. આ ઈડલીમાં મગની દાળ, લીલા મરચાં અને બાફેલા બટાકાનો માવો સ્ટફ્ડ કરવામાં આવે છે. આ ઈડલી હેલ્ધી ડીશ છે. તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો.

રવા ઈડલી

આ ઇડલી તળેલી હોય છે અને તેને નાળિયેર અને ફુદીનાની ચટણી સાથે પીરસવામાં આવે છે. ઈડલી પરફકેટ હોટ અને મસાલેદાર સ્વાદ હોય છે. જે તમારા દિવસને ચાર ચાંદ લગાડી દેશે.

ઓટ્સ ઈડલી

ઓટ્સએ વ્યક્તિ માટે સ્વસ્થ આહાર છે અને તમે તેને ઇડલી તરીકે ખાઈ શકો છો. આ ઇડલીન એક ખૂબ જ પૌષ્ટિક હોય છે. સારી લાઇફસ્ટાઇલ માટે તમે આ ઈડલીનું સેવન કરી શકો છો.

મગદાળની ઈડલી

આ ઇડલી મગ અને ચોખાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં, સરસવ અને ડુંગળી સાથે બનાવવામાં આવે છે. આ ઈડલીને તમે નારિયેળ ચટણી અને સંભાર સાથે સેવન કરી શકો છો.

કાંચીપુરમ ઈડલી

આ ઇડલી રવા અને ચોખાથી બનાવવામાં આવે છે. આ ઈડલી તમામ આરોગ્યપ્રદ પોષક તત્વોથી ભરેલી હોય છે. તેને ઘી અને નાળિયેરની ચટણી પીરસવામાં આવે છે.