આને કહેવાય કાયદો...નિયમ તોડવા બદલ વડાપ્રધાનને ફટકાર્યો દંડ
15, એપ્રીલ 2021

નવી દિલ્હી

વૈશ્વિક મહામારી કોરોના હાલમાં સમગ્ર વિશ્વે પોતાના બાનમાં લીધું છે. ત્યારે દરેક દેશે કોરોના માટે કેટલીક ગાઈડ લાઈન્સ બનાવી છે અને તેનું ચુસ્ત રીતે પાલન કરી કોરોના સામે લડી રહ્યા છે. કોવિડ -19 ના સામાજિક અંતરના નિયમને ભંગ કરવા બદલ નોર્વેના વડા પ્રધાન એર્ના સોલબર્ગને દંડ ફટકારવામાં આવ્યો છે. નોર્વેજીયન પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીમાં વડા પ્રધાન એર્ના સોલબર્ગે તેમના 60 મા જન્મદિવસની ઉજવણી માટે પરિવારના સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે એક જગ્યાએ 10 થી વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ છે. સોલબર્ગને 20 હજાર નોર્વે ક્રાઉન એટલે કે આશરે 1,75,456 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગત મહિને માઉન્ટેન રિસોર્ટ ખાતે યોજાયેલી આ પાર્ટી માટે વડા પ્રધાને માફી માંગી હતી.

પોલીસનું કહેવું છે કે આવા મોટાભાગના કેસોમાં તે દંડ લેતા નથી, પરંતુ સરકારી પ્રતિબંધો લાગુ કરવામાં વડા પ્રધાન સરકારનો મુખ્ય રોલ હોય છે. પોલીસ વડા ઓલે સેવરુડે કાર્યવાહીને ન્યાયી ઠેરવતા કહ્યું છે કે ‘ કાયદો દરેક માટે સમાન હોય છે, પરંતુ કાયદા સમક્ષ બધા સમાન નથી’. તેમણે કહ્યું કે સામાજીક પ્રતિબંધ પ્રત્યે સામાન્ય લોકોમાં આત્મવિશ્વાસ પુન પ્રસ્થાપિત કરવા માટે આ પ્રકારનો દંડ લાદવો યોગ્ય છે.

પોલીસે કહ્યું કે સોલબર્ગ અને તેના પતિ સિન્ડ્રે ફાઇનોએ બંનેએ આ પાર્ટીને ગોઠવવાનું નક્કી કર્યું હતું. ફાઇનો જ આ પાર્ટી માટેની તમામ વ્યવસ્થાઓ સંભાળી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે દંડ અને રેસ્ટોરાં પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે પરંતુ તેમને દંડ કરવામાં આવ્યો નથી. પોલીસ વડા ઓલે સેવરુડે કહ્યું, “સોલબર્ગ દેશના નેતા છે અને તે વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલી પ્રતિબંધોનો હિમાયતી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution