હદ છે આ તો!આટલી નિર્દરતા?11 વર્ષની બાળકીનાં હાથ ગરમ તેલમાં બોળ્યા અને કારણ માત્ર આટલું જ....
23, સપ્ટેમ્બર 2021

પાટણ-

સાચ્ચે માનવતા મરી પરવારી છે.આપણે ત્યાં રોજ નવા નવા કિસ્સા સામે આવે છે.પણ વાત સાંભળીને તમારા રૂવાડા ઉભા થઇ જશે.11 વર્ષની માસૂમ બાળકીના હાથ ગરમ તેલામાં નાખી દીધા.અને કારણ માત્ર આ હતુ...વાત પાટણની છે. પાડોશી મહિલાએ ૧૧ વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી દીધા, જે બાદ ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

પાટણ સાંતલપુર ગામે ચરિત્ર અંગેની વાતને લઈ મહિલા ઉશ્કેરાઈ જતા મહિલાએ ૧૧ વર્ષની માસુમ બાળકીના હાથ ગરમ ઉકળતા તેલમાં નાખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી જે બાદ પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને પાડોશી મહિલા સામે પણ પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જો કે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મહિલા સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution