જામનગર-

શહેરની હૉસ્પિટલમાં દર્દીઓ માટે નર્સિંગ હોસ્ટેલ ખાતે રસોડું ચાલુ થયું હતું, ત્યા જ કોઈના દર્દીઓ તેમજ કર્મચારીઓ માટે બપોર તેમજ રાત્રે ભોજન બનાવવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ કોરોનાનો કેસ આવ્યો ત્યારથી હૉસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. રસોડા વિભાગમાં 500થી 700 વ્યક્તિીઓની રસોઈ થઈ શકે તે મુજબની સાધન સામગ્રી ઉપલબ્ધ છે. બે રસોયા અને 18 જેટલા મદદનીશની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. કોવિડના દર્દીઓને ચા-નાસ્તો બપોરનું જમવાનું, રાત્રી જમવાનું તેમજ ફ્રૂટ પણ રસોડામાંથી સપ્લાય કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે પ્રમાણેનું ડાયટ ચાર્ટ બનાવવામાં આવે છે અને આ ડાયટ પ્રમાણે રસોઈ પણ તૈયાર કરવામાં આવે છે.કોવિડ હૉસ્પિટલમાં જે તે વોર્ડના હેડ નર્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાના વોર્ડમાં રહેલા દર્દીઓનો આંકડો અને ડાયટ ચાર્ટ રસોડામાં મોકલે છે. તે મુજબ રસોઈ બનાવવામાં આવે છે. જે સંપૂર્ણ પૌષ્ટિક અને કોરોનાના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે મુજબની રસોઈ બનાવવામાં આવી રહી છે. રસોડું છેલ્લા છ મહિનાથી અવિરત પણે ચાલી રહ્યું છે. ખાસ કરીને નર્સિંગ એસોસિએશન દ્વારા રસોડાની તમામ જવાબદારી ઉઠાવવામાં આવી છે.