જુનાગઢ-

ગિરનાર પર્વત પર આજે ભારે પવન ને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવેના સંચાલન માટે નક્કી કરાયેલી પવનની ગતિ કરતા હાલ ગિરનાર પર 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે જેથી ભારે પવનને કારણે તેમજ રોપવે અને યાત્રિકોને સુરક્ષાને ધ્યાને રાખીને રોપવે સેવા હાલપુરતી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભારે પવનના કારણે શનિવારના રોજ ગિરનાર રોપ-વે સેવા આજે બંધ રાખવાનો નિર્ણય સંચાલક ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. મેનેજર જી.એમ.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "પવનની ગતિ નિયંત્રિત થયે રોપવે સેવા ફરી એક વખત પુર્વવત કરવામાં આવશે"