છોટાઉદેપુર જિલ્લામાં નાસતા ફરતા ત્રણ આરોપીની ધરપકડ
12, ઓગ્સ્ટ 2020

છોટાઉદેપુર,તા.૧૧ 

પોલીસને બાતમી મળી હતી કે કામના પકડવાના બાકી આરોપીઓ ભરકુંડા ગામની સીમમાં નદી કિનારે આવેલ ખેતરમાં કપાસનું વાવેતર કરેલ છે તે ખેતરમાં પાળા વાળવાનું કામ કરી રહેલ છે.

પોલીસ કર્મચારીઓએ જઇ ખેતરમાં કામ કરતા માણસોને કોર્ડન કરી પકડી પાડેલ અને તેઓના નામ-ઠામ પુછતા (૧) વિમલભાઇ દિનેશભાઇ નાયકા (૨) વિક્રમભાઇ અમરસીંગભાઇ નાયક (૩) રાજેશભાઇ પ્રવિણભાઇ નાયકા તમામ રહે. અછાલા નદી ફળિયા તા.જી.છોટાઉદેપુર ના હોવાનું જણાવેલ અને આ ત્રણેવ આરોપીઓને ઉપરોકત ગુન્હાના કામે પકડવાના બાકી હોય જેથી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ તજવીજ માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં શોપવામાં આવેલ છે. આમ, આરોપીઓ પોલીસને ચકમો આપી આમ તેમ સંતાતા ફરતા હોય નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ, છોટાઉદેપુર નાઓની કચેરી દ્વારા ઉપરોકત ત્રણેવ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution