ધનસુરામાં વેપારીઓ દ્વારા ત્રણ દિવસ સ્વયંભૂ બંધ
21, નવેમ્બર 2020

ધનસુરા ,અરવલ્લી : ધનસુરા શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા વેપારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાતા ત્રણ દિવસનું સ્વયંભૂ બંધની જાહેરાત કરી દીધી છે દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ તેનો વિકરાળ પંજો ફેલાવી ચૂક્યો છે. અત્યાર સુધી શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં કોરોના પોઝેટીવના કેસ ઓછા નોધાતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી શહેરોની જેમ ગામડાઓમાં પણ કોરોનાના કેસ વધવા માડયા છે.જેને લીધે કદાચ આગામી દિવસોમાં તેઓ કોરોના બોમ્બ બનીને વિસ્ફોટ કરે અને તેના લીધે પરિવાર તથા અન્ય લોકોને સહન કરવુ પડે તેવી શક્યતા છે.મોડાસા તાલુકાના વોલ્વા ગામે ૫૦ જણાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાં જ વકરતા જતા આ સંક્રમણને લઈ પંથકમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.પરંતુ કેટલાક લોકોએ પર્વની ઉજવણી ટાણે જરૂરી તકેદારીનો ભંગ કરી ગાઈડ લાઈન નું ઉલ્લંઘન કરતાં જાણે વાયરસને અનુકૂળ વાતાવરણ મળ્યું હોય એમ ગુરૂવાર ના રોજ જિલ્લાના ધનસુરામાં ૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ જણાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતાં જ ચકચાર મચી હતી. ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.ગોસ્વામી એ આ રેપીડ ટેસ્ટની વિગતને પુષ્ટિ આપી હતી. ધનસુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ કોવીડ-૧૯ માં સપડાયા હોવાનું જણાવ્યું હતું.તાલુકામાં વધતા જતા સંક્રમણને લઈ જનજાગૃતિના પ્રયાશો હાથ ધરાય અને સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર વિરૂધ્ધ પગલા ભરી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution